બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Earn money from phonepe app you can get 23000 rupees per month check how to apply

નોકરી / FACT CHECK: Phone Pe વર્ક ફ્રોમ હોમથી આ કામ કરવા માટે નથી આપી રહી 23,000 રૂપિયા, વાયરલ મેસેજ ખોટો

Noor

Last Updated: 05:09 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઘરે બેઠા સારી કમાણી કરવા માંગો છો તો Phone Pe યુઝર્સ માટે બેસ્ટ તક છે.

ડિજિટલ યુગમાં પૈસાની લેવડદેવડ પણ ડિજિટલ રીતે વધી છે. સામાન્ય રીતે લોકો દુકાનોમાં ખરીદી કરતી વખતે Paytm, BHIM App, PhonePe જેવા તમામ UPI દ્વારા ખરીદી કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે જેના દ્વારા તમે પૈસાની લેવડદેવડ કરી રહ્યાં છો, તેનાથી દર મહિને મોટી કમાણી કરી શકાય છે. ચાલો જાણીએ. 

ડિજિટલ યુગમાં પૈસાની લેવડદેવડ પણ ડિજિટલ રીતે વધી છે અને એવામાં ડિજિટલ દુનિયામાં ફેક ન્યૂઝનું બજાર પણ ગરમ છે. લોકોને ભરમાવવા માટે લાલચ આપી આપીને ફેક ન્યૂઝ વાયરલ કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં જ હિન્દી ન્યૂઝ મીડિયામાં પણ એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે Phone Pe નો ઉપયોગ કરીને દર મહિને 23,000 રૂપિયા કમાઈ શકે. જોકે VTVનાં ફેક્ટ ચેકમાં સામે આવ્યું છે કે આ સમાચાર તદ્દન ખોટા  છે. 

શું છે દાવો?
સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમારી યોગ્યતા મુજબ તમે PhonePeમાં જોડાઈને દર મહિને ઓછામાં ઓછા 23,000 રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. આજના યુગમાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે અને આ ફોનમાં અનેક પ્રકારના ડિજિટલ કામ પણ થાય છે. આ એપ્સ દ્વારા તમે અમુક કામ કરીને પૈસા કમાઈ શકો છો. કારણ કે PhonePe જેવી એપ દ્વારા તમે ઘરે બેઠા વીજળી, બિલ, પાણીનું બિલ, ટીવી રિચાર્જ, મોબાઈલ રિચાર્જ જેવી કેટલી બધી સુવિધાઓ મળે છે. આ બધાં કામ માટે કંપનીને તેના ગ્રાહકોને સંભાળવા માટે કેટલાક લોકોની પણ જરૂર હોય છે. ઘણાં યુઝર્સ પૈસા ટ્રાન્સફર કરવામાં નિષ્ફળ જાય છે અને ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, આવા બધાં કામ હોય છે. આવી સ્થિતિમાં PhonePe એપએ કસ્ટમર કેર સપોર્ટ માટે વર્ક ફ્રોમ હોમ વર્ક સુવિધા રાખી છે. કોઈપણ વ્યક્તિ આ કામ કરીને ગ્રાહકોની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. ફોન પે કંપની આ કામ માટે વધુ લોકોને પોતાની ઓફિસમાં બોલાવતી નથી, કારણ કે તેનાથી કંપનીનો ખર્ચ વધી જાય છે. એટલા માટે કંપની ઈચ્છે છે કે તમે આ કામ તમારા ઘરે બેસીને કરો.

શું છે હકીકત 
PhonePe કંપની દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા અનુસાર કંપની દ્વારા આવા કોઈ જ કર્મચારીઓને રાખવામાં આવતા નથી અને સમાચાર વેબસાઇટ પર ચાલી રહેલ તમામ સમાચાર ખોટા અને અફવા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Apply PhonePe earn money earn money
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ