બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / During the holiday this IAS treats the poor

વ્યક્તિત્વ / રજાઓમાં આ IAS ઓફિસર ગરીબોની સારવાર કરે છે, જાણો કોણ છે?

Dharmishtha

Last Updated: 07:45 PM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં કેટલાંક દિવસોમાં તમિલનાડુનાં થુથુકુડી જિલ્લા કલેક્ટર સંદીપ નંદુરીની પહેલે ઘણાં લોકોને પ્રેરણા આપી છે. નોકરીની માંગ સાથે સંદીપ નંદુરી પાસે ગયેલાં દિવ્યાંગને કલેક્ટર ઓફિસમાં જ કેફૈ ખોલી આપ્યું. એવી જ પ્રેરણાદાયી સ્ટોરી બીજા આઈએએસ અધિકારીની છે. જેમણે સામાન્ય જનતાના સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આ સ્ટોરી છે પ.બંગાળનાં રધૂનાથપુરનાં એસડીઓ આકાંક્ષા ભાસ્કરની છે.

  • પહેલા જ પ્રયત્નમાં તેઓ યુપીએસસીમાં સફળ થઈ ગયાં હતા
  • આઈએએસ અધિકારી પહેલા ડૉક્ટર હતા
  • આકાંક્ષા રજામાં  ડૉક્ટર તરીકે સેવા આપે છે

આઈએએસ અધિકારી પહેલા ડૉક્ટર હતા

આકાંક્ષા આઈએએસ બનતાં પહેલાં ડૉક્ટર હતાં. આજે તે અધિકારી હોવાની સાથે ડૉક્ટરની ફરજ પણ પુરી કરી રહ્યાં છે. આકાંક્ષા પોતાની દરેક રજા ગરીબોની વચ્ચે વિતાવે છે. તેમની સમસ્યા સાંભળે છે અને તેનો ઈલાજ કરે છે. આકાંક્ષા ભાસ્કર એકવાર પુરુલિયાની સંતુરી ગામની હોસ્પિટલમાં ગયાં હતાં. હોસ્પિટલ કેન્દ્રની હાલત જોઈ તેઓ બહું જ દુ:ખી થયાં હતાં. સાધનોના અભાવને ધ્યાન પર લઈને તેમણે જાતે જ સ્ટેથોસ્કોપ ઉઠાવી ગરીબોની સારવાર કરવા લાગ્યાં હતાં. 

લોકો સાથે જોડાવાની આનાથી સારી તક બીજી ન હોઈ શકે

એક વેબસાઈટ સાથેની વાતચીતમાં આકાંક્ષા ભાસ્કરે જણાવ્યું હતું કે સંતુરીની હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં મેડિકલ સ્ટાફ નહોતો. તેમજ દર્દીની સંખ્યાનાં પ્રમાણમાં જરુરી સુવિધા નહોતી. જ્યારે હું હોસ્પિટલનાં રુમ તપાસી રહી હતી ત્યારે મને થયું કે  લોકો સાથે જોડાવાનો આનાથી સારો મોકો બીજો ન હોઈ શકે.

તે સમયે 40 દર્દીઓને તપાસ્યા હતા

આકાંક્ષા ભાસ્કરે તે દિવસે 40 દર્દીઓને તપાસ્યા હતાં. જરુરી દવાઓની પણ વ્યવસ્થા કરી હતી. આજ શરુઆત હતી અને હવે તેઓનો રજાનાં દિવસોની આ કાર્યક્રમ હતો. રજામાં તેઓ આ વિસ્તારની એસડીઓ નહી પણ અંતરિયાળ ગામોનાં આદિવાસીઓનાં ડૉક્ટર બની જતાં હતાં.

આકાંક્ષા કેમ ડૉક્ટર ફિલ્ડ છોડી આઈએએસ બન્યા

આકાંક્ષા ઉત્તરપ્રદેશનાં બનારસનાં છે. તેમનાં મમ્મી - પપ્પા બન્ને ડૉક્ટર છે. આકાંક્ષાએ પણ કલકત્તાની આરજી મેડિકલ કૉલેજની ડિગ્રી મેળવી છે. તેઓએ થોડોક સમય ડૉક્ટર તરીકે ફરજ બજાવી હતી. સરકારી ડૉક્ટર તરીકે તમનું પહેલું પોસ્ટિંગ એક ગામમાં થયું હતું. ગામની હાલત જોઈ તેણે પબ્લિક સર્વિસિસમાં આવવાનું નક્કી કર્યું હતું. 

પહેલા જ પ્રયત્નમાં તેઓ યુપીએસસીમાં સફળ થઈ ગયાં હતા

આકાંક્ષા કહે છે કે લોકોમાં અધિકારીઓને લઈને કોઈ જાગૃતિ નહોતી. એક ડૉક્ટર હાવાને કારણે બીમારીનો ઈલાજ કરી શકતી હતી પણ જીવનસ્તરને ઉંચુ લાવવા માટે અધિકારીઓની જરુર હતી. જે પબ્લિક સર્વિસમાં રહીને જ કરી શકાશે. 24 વર્ષની ઉંમરે આકાંક્ષા ભાસ્કર પહેલા જ પ્રયાસમાં જ સફળ થઈ ગયાં હતાં. તેઓ દેશમાં 76માં ક્રમે હતાં.

ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું

આકાંક્ષા ઘણીવાર ગામમાં હેલ્થ ચેકઅપનું આયોજન કરાવે છે. તેનો મુખ્ય હેતું મહિલાઓનાં સ્વાસ્થ્ય માટે જાગૃત કરવાનો છે. ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિક આહાર આપવાનાં આગ્રહી છે. મા બનેલી મહિલાઓને તેમનાં બાળકોનાં સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવાનું શીખવે છે. આ ઉપરાંત તમામ માતાઓને મેડિકલ કીટ પણ આપવામાં આવે છે. 

સારી લાઈફસ્ટાઈલમાં સ્વાસ્થ્ય એ પહેલું પગથિયું છે

પુરુલિયાની એસડીઓ આકાંક્ષા કહે છે કે મારો હેતું આ આદિવાસીઓનાં જીવનસ્તરને સારું બનાવવાનો છે. સ્વાસ્થ્ય પહેલી સીડી છે. આકાંક્ષા ભાસ્કર પોતે પણ કેમ્પોમાં સેવા આપે છે. તે જણાવે છે કે સારવાર કરવાની સાથે સાથે વિસ્તારનાં બાળકો અને યુવાનોને જાગૃત કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Campaign Gujarati News IAS West Bengal akanksha bhaskar holidays patients આઈએએસ આકાંક્ષા ભાસ્કર ગુજરાતી ન્યૂઝ ડોક્ટર બનારસ વેસ્ટ બેંગાલ Personality
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ