બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / During Navratri male members dress up in saree on Ashtami in Ahmedabad sadu mata pol

નવાઈ ન પામતા / અમદાવાદની આ પોળના પુરુષો નવરાત્રીમાં સાડી અને ચણિયો પહેરી ગરબે ઘૂમે છે

Dharmishtha

Last Updated: 11:40 PM, 29 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદ્યશક્તિ માઁની આરધાના કરવાની ગુજરાતમાં અનેક અનોખી પરંપરાઓ પ્રચલિત છે. જેમાં અમદાવાદના શાહપુરમાં આવેલી સદુ માતાની પોળમાં 203 વર્ષથી એક અનેરી પરંપરા ચાલે છે. જો તમે નવરાત્રીના આઠમના દિવસે અહીં ગરબા જોવા જશો તો તમે ચોક્કસથી નવાઇ વાગશે. અહીં પુરુષો મહિલાનો પોષાક પહેરીને ગરબે રમે છે. ચાલો જાણીએ શું છે આ પરંપરા...

  • 203 વર્ષથી પુરુષો મહિલાનો પોષાક પહેરીને ગરબે ઘૂમે છે
  • મહિલાઓ પોતાની પતિને સાડી પહેરાવી ગરબા રમવા માટે તૈયાર
  • બારોટના ઘરે દિકરો જન્મે તો તેને ચણીયો પહેરાવી માતાના દર્શન કરાવાય છે

અમદાવાદના શાહપુરમાં હલીમની ખડકીમાં આવેલી સદુ માતાની પોળનું નામ 203 વર્ષ પહેલાં ભાટવાળો હતું. એવી માન્યતા છે કે ભાટવાળામાં તે સમયે કલાણા ગામના રુપવાન સદુ બા બારોટ ભાટવાળાના હરીસિંગ બારોટ સાથે લગ્ન કરી ભાટવાળામાં આવ્યા હતા. ભાટવાળાની બાજુમાં રહેલી ઔત્તમ પોળના એક ઔત્તમે તે વખતના બાદશાહને સદુ બાના રુપનું વર્ણન કર્યું. સદુ બાના રુપના વર્ણનથી જ બાદશાહ મોહી જઇ વારંવાર સદુ બાને તેડા મોકલવા છતાં તેઓ ન ગયા. પછી કંઇક આવું થયું...

એવું તો શુ થયું કે સદુ બાએ શ્રાપ આપ્યો

અંતે સદુ બાને લેવા સિપાહીઓ મોકલ્યા. ત્યારે સદુ બાએ પતિ હરીસિંગને કહ્યું કે આપ મારુ માથું ધડથી અલગ કરી નાંખો. નહીંતર આ સિપાહીઓ મને લઇ જશે. જેથી હરીસિંગે સદુ બાનું માથું ધડથી અલગ કરવા ઘા કર્યો જોકે તેમાં તેઓ એક ઘાએ અલગ ન કરી શક્યા જેથી સદુ બાએ શ્રાપ આપ્યો હતો કે, અમદાવાદના બારોટોનું નખ્ખોદ જશે. બીજી તરફ તેમના ભાણેજ એ સમયે અહીં આવ્યા હતા. તેમણે એક ઘા મારી સદુ બાનું માથું ધડથી અલગ કરતા આકાશવાણી કરીને ભાણેજોને સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. 

કેમ પુરુષો સાડી પહેરે છે?

આ શ્રાપમાંથી રાહ મેળવવા માટે બારોટોએ સતી સદુમાની માફી માંગી અરજ કરતા કહ્યું કે બારોટના પુરુષો 'ઘાઘરા' પહેરીશું. કહેવાય છે કે માતાએ તેની પરવાનગી આપી તેના બીજા વર્ષથી અહીં 7,8 અને 9માં નોરતે પુરુષો ભવાઇ કરતાં હતાં. એ બાદ તેઓ દર આઠમના દિવસે 'ઘાઘરા' પહેરવાની પ્રથાને આગળ ઘપાવતા મહિલાનો પોષાક પહેરી 203 વર્ષથી ગરબા ગાય છે. અહીં નવરાત્રીમાં પુરુષોને મહિલાનો પોષાક તેમની પત્નીઓ પહેરાવે છે.

દિકરો અવતરે તો ચણિયો પહેરાવાય છે

અહીં કોઇ સદુ માતાના કુટુંબના અમદાવાદના તમામ બારોટો ક્યાંય પણ હોય તો તે આઠમના દિવસે આવી મહિલાનો પોષાક પહેરી ગરબા ગાય છે. કોઇને પણ સંતાનમાં દિકરાની માનતા માની હોય તો જ્યારે પરિવારમાં દિકરો અવતરે ત્યારે તેને ચણિયો પહેરાવીને માતાના દર્શન કરાવવામાં આવે છે. 

સવા કલાકનો મહાકાળીનો ગરબો ગવાય છે

માતાના સત વિશે વાત કરતા સ્થાનિક સુરેશભાઇ બારોટ જણાવે છે કે તેઓ વર્ષોથી આઠમના દિવસે સવા કલાકનો મહાકાળીનો ગરબો ગાય છે. કેમ કે સદુ માતા મહાકાળીના ભક્ત હતા. માતાએ અનેક પરચા આપ્યા છે જેથી આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News ahmedabad navaratri sadu mata ni pol shahpur અમદાવાદ ગુજરાતી ન્યૂઝ નવરાત્રિ શાહપુર સદુ માતાની પોળ OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ