ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / એક જ દિવસમાં 3 જગ્યાએથી જપ્ત કરાયું રૂ. 15 લાખથી વધુનું ડ્રગ્સ, એ પણ સુરતમાં

કાર્યવાહી / એક જ દિવસમાં 3 જગ્યાએથી જપ્ત કરાયું રૂ. 15 લાખથી વધુનું ડ્રગ્સ, એ પણ સુરતમાં

Published By: Mit Soni

Last Updated: 03:56 PM, 1 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની શરૂઆત સાથે જ સુરત પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં ડ્રગ્સના નેટવર્કને નષ્ટ કરવા માટે સુરત પોલીસે ખાસ રણનીતિ તૈયાર કરી છે અને વર્ષના પહેલા જ દિવસે ડ્રગ પેડલર્સ પર ગાળિયો કસવાનું શરૂ કર્યું છે.

ADVERTISEMENT

સુરત SOG પોલીસ, સલાબતપુરા પોલીસ અને અઠવા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન શહેરની ત્રણ અલગ અલગ જગ્યાઓ પરથી ડ્રગ્સ વેચનાર ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી દરમિયાન એક જ દિવસે 15 લાખ રૂપિયાથી વધુ કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

vtv app promotion

પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે વેપારને અટકાવવા માટે સતત પેટ્રોલિંગ, ગુપ્ત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પ્રતિબંધિત નશીલા પદાર્થો ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.

વધુ વાંચો: હવે આ બે શહેરો વચ્ચે દોડશે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન, મેળવો A to Z જાણકારી

સુરત પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવા વર્ષમાં ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. યુવાનોને નશાના ચંગુલમાંથી બચાવવા માટે આવનારા દિવસોમાં પણ આવી જ આક્રમક કાર્યવાહી ચાલુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Year Crackdown Anti-Drug Operation Surat Police

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ