બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Drinking cold drinks with one breath is not expensive! You will be amazed to know what happened to the young man

OMG / એકી શ્વાસે કોલ્ડડ્રિંક્સ પીવાના અભરખા જોજો મોંઘા ન પડે! યુવક સાથે જે થયું તે જાણી હેબતાઈ જશો

ParthB

Last Updated: 06:20 PM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં હીટવેવ દરમિયાન 10 મિનિટમાં 1.5 લિટર કોલ્ડ ડ્રિંક પીવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. જો કે, મૃતકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી

  • યુવકે ગરમીથી રક્ષા માટે ઠંડા પીણાની આખી બોટલ પીધી 
  • યુવકે ઝડપથી ઠંડુ પીણું પીધું જેને લઈને મોત નીપજ્યું
  • યુવક મૃત્યુ લીવરના શોકના કારણે થયું 

યુવકે ગરમીથી રક્ષા માટે ઠંડા પીણાની આખી બોટલ પીધી 

એક મિડીયા રિપોર્ટના અહેવાલ અનુસાર, યુવકે ગરમીમાં પોતાને ઠંડો રાખવા માટે ઠંડા પીણાની આખી બોટલ પીધી હતી, જેના 6 કલાક બાદ તેને પેટમાં ગંભીર દુઃખાવાની સમસ્યા શરૂ થઈ હતી. જેથી તેને સારવાર માટે બેઇજિંગની ચાઓયાંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે સમયે યુવાનના હૃદયના ધબકારા પણ ખૂબ ઝડપી હતા અને બ્લડ પ્રેશર ભયજનક રીતે નીચાના સ્તરે પહોંચી ગયું હતું. જેને લઈને તે ખૂબ જ ઝડપી શ્વાસ લઈ રહ્યો હતો.

યુવકે ઝડપથી ઠંડુ પીણું પીધું જેને લઈને મોત નીપજ્યું

ક્લિનિક એન્ડ રિસર્ચ ઇન હેપેટોલોજી એન્ડ ગેસ્ટ્રોએન્ટરોલોજીમાં મૃત્યુની જાણ કરનારા ડોક્ટરોએ જણાવ્યું હતું કે યુવકને ઝડપથી ઠંડુ પીણું મોઘું પડ્યું છે. ઝડપથી ઠંડુ પીણું પીવાના કારણે શરીરમાં ન્યુમેટોસિસ થાય છે. વધારે પડતું કોલ્ડ ડ્રિંક પીવાના કારણે તરત જ માણસના આંતરડામાં અસામાન્ય ગેસ રચાય છે.

યુવક મૃત્યુ લીવરના શોકના કારણે થયું 

ડોક્ટરોનું માનવું છે કે આનાથી યુવાનની છાતીમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી ગયો છે, જેના કારણે હેપેટિક ઇસ્કેમિયા ('લીવર શોક' તરીકે ઓળખાય છે), જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. મિડીયાના રિપોર્ટ જણાવ્યું હતું કે ડોક્ટરે "તાત્કાલિક" ગેસ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો અને માણસને દવા આપી હતી પરંતુ 18 કલાકની સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું.


 

સંકળાયેલા મુદ્દાઓ

China Cold Drinks Death Young Boy ચીન ઠંડુ પીણું મૃત્યુ યુવક China
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ