ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / donald trumps ex-wife Ivana has died at the age of 73 family pays tribute

દુઃખદ / અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાનાનું નિધન, ઇમોશનલ પોસ્ટ મૂકીને કરી જાહેરાત

Published By: Mayur

Last Updated: 09:01 AM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની Ivana Trump નું 73 વર્ષની ઉંમરે ન્યૂયોર્ક શહેરમાં નિધન થયું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ મૂકીને આ ન્યૂઝ આપ્યા હતા.

ADVERTISEMENT

  • ટ્રમ્પની પ્રથમ પત્ની ઇવાના ટ્રમ્પનું નિધન 
  • ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ
  • તે એક સુંદર અને અદ્ભુત સ્ત્રી હતી: ટ્રમ્પ 

73 વર્ષની વયે ન્યૂયોર્કમા નિધન 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઇવાના ટ્રમ્પનું ન્યૂયોર્ક શહેરમાં નિધન થયું છે. US નાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે ઇવાના ટ્રમ્પ એક અદ્ભુત અને સુંદર મહિલા હતી જેણે એક મહાન અને પ્રેરણાત્મક જીવન જીવ્યું છે. હાલમાં, ઇવાનાના મૃત્યુથી તેનો પરિવાર ખૂબ જ શોકમાં છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પના નિધનની જાણકારી આપી છે. ટ્રમ્પે પોતાનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું કે તેમની પ્રથમ પત્ની ઇવાના ટ્રમ્પનું ગુરુવારે 73 વર્ષની વયે ન્યૂયોર્ક શહેરમાં અવસાન થયું હતું.

1977 માં બંનેએ લગ્ન કર્યા હતા 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હું તમને બધાને જણાવતા ખૂબ જ દુઃખી છું કે ઇવાના ટ્રમ્પનું ન્યૂયોર્ક શહેરમાં નિધન થયું છે. તમારામાંથી મોટાભાગના લોકો તેને સૌથી વધુ પસંદ કરે છે. તે એક સુંદર અને અદ્ભુત સ્ત્રી હતી. ઇવાનાએ એક મહાન અને પ્રેરણાત્મક જીવન જીવ્યું છે. ઇવાના ટ્રમ્પના ત્રણ બાળકો ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા અને એરિકને તેના પર ખૂબ ગર્વ છે. ઇવાના ટ્રમ્પ એક મોડેલ હતી જેણે 1977 માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા.


ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ લગ્ન કર્યા

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇવાના ટ્રમ્પ, 80 ના દાયકા દરમિયાન ન્યુ યોર્ક સિટીના સૌથી હાઇ-પ્રોફાઇલ યુગલોમાંના એક હતા. 90 ના દાયકાની શરૂઆતમાં તેમણે છૂટાછેડા લીધા હતા. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે 1993માં અભિનેત્રી માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યા હતા. ટ્રમ્પનું લગ્નજીવન લાંબું ટકી શક્યું નહીં અને 1999માં તેણે માર્લા મેપલ્સ સાથે છૂટાછેડા લીધા, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે 2005માં મેલાનિયા ટ્રમ્પ સાથે લગ્ન કર્યા.

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Gujarati News donald trump ex wife ivana trump death ઈવાના ટ્રમ્પ ivana trump death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ