બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહાભિયોગના પ્રસ્તાવને 232-196 વોટોથી પસાર કરવામાં આવ્યું
અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ત્રીજીવાર મહાભિયોગની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. અમેરિકન કોંગ્રેસના નીચલા સદનમાં 435 સદસ્ય છે. ગુરુવારના દિવસે આ સદનમાં બહુમતીથી મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યું હતું. મહાભિયોગના પ્રસ્તાવને 232-196 વોટોથી પસાર કરવામાં આવી. આ પ્રસ્તાવ મામલાથી જોડાયેલા લોકોને પૂછપરછ, સુનાવણી અને સંબંધિત નિયમને સ્થાપિત કરવાના અધિકાર પ્રદાન કરે છે.
ADVERTISEMENT
અમેરિકાના નીચલા સદનમાં ડેમોક્રેટ્સ પાસે બહુમત
અમેરિકાના નીચલા સદનમાં ડેમોક્રેટ્સ પાસે બહુમત છે, 233 સદસ્યો સાથે ડેમોક્રેટ્સ બહુમતમાં છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે પક્ષથી આવે છે તે રિપબ્લિકન પાસે માત્ર 197 સભ્ય છે જેથી આ સદનમાં મહાભિયોગની પ્રક્રિયા માટે પ્રસ્તાવ સરળતાથી પસાર થયો છે.
ADVERTISEMENT
રિપબ્લિકન ખુબ શક્તિશાળી છે: ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ પ્રક્રિયા બાદ ડેમોક્રેટ્સ પર ગુસ્સે ભરાયા હતા અને જડબાતોડ હુમલા પણ કર્યા હતા. ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર આરોપ લગાવતા કહ્યું કે તે અમેરિકામાં સંવિધાન પર હુમલો કરી રહ્યા છે. ટ્રમ્પ મિસીસીપીમાં' keep america great' રેલીને સંબોધિત કરી રહ્યા હતા આ દરમિયાન તેમણે કહ્યું કે ડેમોક્રેટ્સ ચૂંટણી વ્યવસ્થાને ઉખાડી ફેંકવા માંગે છે. ડેમોક્રેટ્સ મહાભિયોગ ચલાવીને દેશના બંધારણ પર હુમલો કરી રહી છે. પરંતુ હું તમને કહેવા માંગું છું કે રિપબ્લિકન ખુબ શક્તિશાળી છે અને તેમનામાં એકતા પણ ખુબ છે.
ADVERTISEMENT
આ પહેલાં બે રાષ્ટ્રપતિ પર ચાલ્યો છે મહાભિયોગ
આપને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર બે રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગ ચલાવામાં આવ્યું છે. એન્ડ્ર્યુ જોન્સન અને બિલ ક્લિન્ટન વિરુદ્ધ મહાભિયોગ ચલાવવામાં આવ્યો હતો. જોકે આજ સુધી ક્યારેય કોઈ રાષ્ટ્રપતિને મહાભિયોગના લીધે પદ પરથી હટાવામાં આવ્યા નથી. મહાભિયોગની પ્રક્રિયામાં આ બંને રાષ્ટ્રપતિને સેનેટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા જેથી તેમને પદ પરથી હટવાની ફરજ પડી ન હતી.
ADVERTISEMENT
સેનેટમાં ટ્રમ્પ પાસે બહુમત
જોકે અમેરિકાની સેનેટમાં રિપબ્લિકન બહુમતીમાં છે, અહીં રિપબ્લિકન પાસે 53 જયારે ડેમોક્રેટ્સ પાસે 47 બેઠકો છે. આમ અમેરિકન કોંગ્રેસની સંરચના મુજબ મહાભિયોગની પ્રક્રિયા સેનેટમાંથી પસાર થાય તેની સંભાવના નહીવત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.