બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / Donald Trump preparing to surrender! Four-quarter police station in New York

Hush Money Case / ડોનાલ્ડ ટ્રમ્પ સરેન્ડર કરવાની તૈયારીમાં! ન્યુયોર્કમાં ચારેકોર પોલીસ તૈનાત, રસ્તાઓ બ્લૉક, જાણો વિગત

Priyakant

Last Updated: 11:23 AM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમના મામલામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરેન્ડર કરી શકે

  • પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમના મામલો
  • ધરપકડથી બચવા માટે ટ્રમ્પ સરેન્ડર પણ કરી શકે
  • ન્યૂયોર્ક સિટીની પોલીસે ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવ્યા

પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમના મામલામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરનાં ઘેરાયા છે. આ કેસમાં ધરપકડથી બચવા માટે ટ્રમ્પ સરેન્ડર પણ કરી શકે છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક સિટીની પોલીસે ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવ્યા છે. 

એજન્સીના જણાવ્યા અનુસાર મેનહટન ક્રિમિનલ કોર્ટહાઉસ પાસે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. પોલીસ માની રહી છે કે ટ્રમ્પના સમર્થકો તેમની હાજરી પહેલા કોર્ટની આસપાસ વિરોધ પ્રદર્શન કરી શકે છે. રિપબ્લિકન સાંસદ માર્જોરી ટેલર ગ્રીન સહિત ટ્રમ્પના ઘણા સમર્થકો કહે છે કે, તેઓ વિરોધ કરવા માટે ન્યૂયોર્ક જશે. માર્જોરી ટેલર ગ્રીનને ટ્રમ્પના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. ન્યૂયોર્ક યંગ રિપબ્લિકન ક્લબ પણ ટ્રમ્પ પર થઈ રહેલી કાર્યવાહીનો વિરોધ કરવા જઈ રહી છે. ક્લબના સભ્યો કોર્ટહાઉસથી શેરીની આજુબાજુના પાર્કમાં વિરોધનું આયોજન કરી રહ્યા છે.

ચુકાદા પહેલા ટ્રમ્પ પહોંચશે ટાવર પર 
કોર્ટના એક અધિકારીએ કહ્યું છે કે, ડાઉનટાઉન કોર્ટહાઉસ ટ્રમ્પના આગમનના ઘણા સમય પહેલા કેટલીક અદાલતો બંધ કરી દેશે. ટ્રમ્પના સલાહકારનું કહેવું છે કે તેઓ ફ્લોરિડાથી સોમવારે ન્યૂયોર્ક આવી શકે છે અને ટ્રમ્પ ટાવરમાં રાત વિતાવી શકે છે. અહીંથી તે મંગળવારે સવારે કોર્ટ પહોંચશે.

ટ્રમ્પે કહ્યું, આ મામલો રાજકીય પ્રેરિત 
ટ્રમ્પને મંગળવારે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આ મામલો સામે આવ્યા બાદ ટ્રમ્પ અમેરિકામાં ક્રિમિનલ કેસનો સામનો કરનારા પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બની ગયા છે. જો કે તેઓ આ સમગ્ર મામલાને રાજકીય પ્રેરિત ગણાવે છે. 

જ્યુરી પરવાનગી મળતા જ થશે કાર્યવાહી 
ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પના કેસમાં કેસ ચલાવવાની પરવાનગી આપી હતી. આ ગ્રાન્ડ જ્યુરી નાગરિકોનું એક જૂથ છે, જે સાક્ષીઓ સાથે રજૂ કરાયેલા પુરાવાઓ પર વિચાર વિમર્શ કરે છે. વ્યક્તિ પર ફોજદારી આરોપ લગાવવા માટે પૂરતું આધાર છે કે કેમ તે નક્કી કરવાનું જ્યુરી પર નિર્ભર છે.

જ્યુરીનું કામ શું છે?
ગ્રાન્ડ જ્યુરીનો આધુનિક ઇતિહાસ 800 વર્ષનો છે. આ સંસ્થા જ્યાં એક તરફ વ્યક્તિ સામે આરોપો ઘડે છે તો બીજી તરફ જ્યુરી પણ એવી પીડિતા માટે ઢાલ બની જાય છે જેના આરોપો પાયાવિહોણા છે. ગ્રાન્ડ જ્યુરીમાં 16 થી 23 સભ્યો હોય છે.

શું હતો સમગ્ર મામલો ? 
ટ્રમ્પ જે કેસમાં ફસાયા છે તે 2016માં રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાનો છે. આરોપ છે કે,  ટ્રમ્પે પોર્ન સ્ટારને તેનું મોઢું બંધ રાખવા અને તેની સાથે અફેર હોવાની વાત જાહેર ન કરવા માટે તેને $1,30,000 ચૂકવ્યા હતા. પોર્ન સ્ટાર સ્ટોર્મીએ આરોપ લગાવ્યો છે કે, નેવાડામાં સેલિબ્રિટી ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પે તેણીને હોટલના રૂમમાં બોલાવી હતી અને સ્ટોર્મીને ટીવી સ્ટાર બનાવવાનું વચન આપ્યું હતું.

જાન્યુઆરી 2018માં થયો હતો ખુલાસો 
જાન્યુઆરી 2018માં અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે તેના એક લેખમાં આ આરોપનો દાવો કર્યો હતો. અખબારમાં છપાયેલા લેખ અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પના તત્કાલિન વકીલ માઈકલ કોહેને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના એક મહિના પહેલા ઓક્ટોબર 2016માં પોર્ન સ્ટાર સ્ટોર્મીને આ મોટી રકમ ચૂકવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ