બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / Donald Trump election campaign fund far lower than that of jo biden

US Elections 2020 / ડોનાલ્ડ ટ્રમ્પનું ચુંટણી પ્રચાર ભંડોળ તળિયા ઝાટક; બાઈડન પાસે ટ્રમ્પ કરતા આટલા અબજ રૂપિયા વધુ ચુંટણી પ્રચાર ફંડ

Published By: Shalin

Last Updated: 10:43 PM, 21 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ચૂંટણી પ્રચાર માટે હવે ફક્ત 63 મિલિયન ડોલર રહ્યા છે જયારે તેમના પ્રતિસ્પર્ધી બાઈડન પાસે ચૂંટણીના છેલ્લા તબક્કામાં પ્રચાર માટે 177 મિલિયન ડોલર રહ્યા છે. આમ બાઈડન પાસે રૂપિયામાં ગણીએ તો 10 અબજ રૂપિયા વધુ ચુંટણી પ્રચાર ફંડ છે.

ચાલુ પ્રચારમાંથી બ્રેક લઇને કેલિફોર્નિયા ભંડોળ વધારવાનો કાર્યક્રમ યોજવો પડ્યો

ડોનાલ્ડ ટ્રમ્પની નાણાં તંગી એટલે હદે વધી ગઈ છે કે તેમણે ચાલુ પ્રચારમાંથી બ્રેક લઇને કેલિફોર્નિયા ભંડોળ વધારવાનો કાર્યક્રમ યોજવો પડ્યો. તેમની મુખ્ય રિ ઈલેક્શન કમિટી તેમના પ્રચારના અગત્યના મોટા ખર્ચ જેમ કે ટેલિવિઝન એડ વગેરેનો ખર્ચ કાઢે છે. હવે તેનું તળિયું દેખાવા માંડ્યું છે. 

માર્ચ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ પાસે બાયડન કરતા વધારે ચૂંટણી પ્રચાર ફંડ હતું જયારે હવે ઓક્ટોબર આવતા આવતા હવે બાઇડન પાસે ટ્રમ્પ કરતા ત્રણ ગણું વધુ ભંડોળ છે. 

ખાલી ચૂંટણી પ્રચારથી પ્રેસિડેન્ટ નથી બનાતું: ટ્રમ્પના પ્રવક્તાનો પ્રહાર

ટ્રમ્પના કેમ્પેઇનના પ્રવક્તા સામંથા ઝેગર (Source : Twitter)

જો કે ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇનના પ્રવક્તા સામંથા ઝેગરે જણાવ્યું હતું કે ટ્રમ્પ પાસે ચૂંટણી પ્રચાર માટે પૂરતા સંસાધન છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે 2016માં હિલેરી ક્લિન્ટને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા ટ્રમ્પ કરતા બે ગણો વધુ ખર્ચ કર્યો હતો પણ છેવટે તેઓ હાર્યા હતા. 

ભંડોળ વધારવા (ફંડ રેઇઝર)માં પણ જોઈ બાઈડન અગ્રેસર

ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જોઈ બાઈડન

જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ટ્રમ્પ કમિટીએ પ્રચારમાં 190.8 મિલિયન ડોલર ખર્ચીને સામે 355 મિલિયન ડોલર ઉભા કર્યા હતા. આ સામે બાઈડન કમિટીએ ફક્ત 82 મિલિયન ડોલર ખર્ચ્યા હતા જેની સામે 457 મિલિયન ડોલર ઉભા કર્યા હતા.  

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump joe biden us elections 2020 જોઈ બાઈડન ડોનાલ્ડ ટ્રમ્પ US Elections 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ