બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઝુકી ગયા ટ્રમ્પ, અમેરિકામાં યુદ્ધવિરામ પર બબાલ, સાંસદે કહ્યું-ટ્રમ્પએ સરેડેર કર્યું

વિશ્વ / ઝુકી ગયા ટ્રમ્પ, અમેરિકામાં યુદ્ધવિરામ પર બબાલ, સાંસદે કહ્યું-ટ્રમ્પએ સરેડેર કર્યું

Bijal Vyas

Last Updated: 12:19 PM, 8 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલાઓથી શરૂ થયેલા વિશાળ સંઘર્ષમાં યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. ઈરાનને આપેલી સમયમર્યાદા પૂરી થાય તેના થોડા સમય પહેલા....

મિડલ ઇસ્ટમાં એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલ યુદ્ધ હવે બંધ થઈ શકે છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલાઓથી શરૂ થયેલા વિશાળ સંઘર્ષમાં યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. ઈરાનને આપેલી સમયમર્યાદા પૂરી થાય તેના થોડા સમય પહેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામ સ્થગિત કરવાની જાહેરાત કરી.

Trump post

અચાનક પોતાની ધમકીઓથી પાછળ હટતા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સામે યુએસ લશ્કરી કાર્યવાહી અટકાવશે, જે કૂટનીતિ માટે સંભવિત તકનો સંકેત આપે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું, "હું ઈરાન પર બોમ્બમારા અને હુમલાઓને બે અઠવાડિયા માટે રોકવા માટે સંમત છું." તેમણે કહ્યું કે, આ નિર્ણય પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર સાથે ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો, જેમણે તેમને આયોજિત હુમલાઓને ટાળવાનો આગ્રહ કર્યો હતો.

iran post

ઈરાને પાકિસ્તાનના બે અઠવાડિયાના યુદ્ધવિરામ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. આ યુદ્ધવિરામને દેશના નવા સર્વોચ્ચ નેતા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઈરાને જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની વાટાઘાટોને યુદ્ધના અંતના સંકેત તરીકે અર્થઘટન ન કરવી જોઈએ. 10-મુદ્દાના પ્રસ્તાવમાં તમામ પ્રાથમિક અને ગૌણ પ્રતિબંધો હટાવવા, સંપૂર્ણ વળતરની જોગવાઈ અને જપ્ત કરાયેલી બધી ઈરાની સંપત્તિઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં વધે, ક્રૂડ ઓઇલમાં ભાવમાં મોટો ઘટાડો

દરમિયાન, ઈરાને યુદ્ધ અટકાવવા માટે 10-મુદ્દાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ઈરાની મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, તેહરાને જણાવ્યું છે કે તે ફક્ત આ શરતો હેઠળ જ યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર થશે. ઈરાનની માંગણીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે વાતચીત શુક્રવાર, 10 એપ્રિલના રોજ ઇસ્લામાબાદમાં થવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donald trump deadline strait of hormuz missile attacks middle east
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ