ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / VTV વિશેષ / ગુજરાતી સિનેમા / આ સેલેબ્સ છે પાક્કા અમદાવાદી, જાણો કેમ એમની નસેનસમાં વહે છે અમદાવાદ?

photo-story

9 ફોટો ગેલેરી

A'bad બર્થ ડે સ્પેશિયલ / આ સેલેબ્સ છે પાક્કા અમદાવાદી, જાણો કેમ એમની નસેનસમાં વહે છે અમદાવાદ?

Published By: Priyankka Triveddi

Last Updated: 11:44 AM, 26 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતનું પહેલું હેરિટેજ શહેર એટલે કે 'અમદાવાદ'નો આજે 614મોં જન્મદિવસ છે. અમદાવાદ શહેરની વાત આવે એટલે તેના સ્થાપત્યો અને કલાપ્રેમી પ્રજાની પણ વાત આવે. આજે દેશ-વિદેશમાં અમદાવાદ પ્રખ્યાત છે. ત્યારે અમદાવાદને વિશ્વના ફલક પર પ્રસિદ્ધ કરવાનો શ્રેય ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ કલાકારોને પણ જાય છે જેમણે પોતાની કલા થકી અમદાવાદને એક આગવી ઓળખ આપી છે.

1/9

photoStories-logo

1. A'bad બર્થ ડે સ્પેશિયલ

અમે અમદાવાદના જન્મદિવસ નિમિત્તે તમારા મનગમતા એવા કલાકારો સાથે વાત કરી જેઓ પાક્કા અમદાવાદી છે. અને તેમણે પોતાના અભિનયના ઓજસ ગુજરાતીમાં જ નહિ બલ્કે દુનિયાભરમાં પાથર્યા છે. અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક પસંદીદા અમદાવાદી કલાકારો સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે "એ કયા લક્ષણો છે જે તમને અમદાવાદી બનાવે છે?" અને તેમણે અમને જે જવાબ આપ્યા એ આ મુજબ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. કીટલીના ચાહક- સૌમ્ય જોશી

આપણા બધાના પ્રિય લેખક-ગીતકાર સૌમ્ય જોશીના મતે - ફરસાણ પ્રેમી, કીટલીના ચાહક, બીજું કે જો અમદાવાદીઓને વહેલી સવારે ક્યાંય જવાનું હોય છતાં તેઓ મોડી રાતે પણ ગાંઠિયા ખાવા કે સોડા પીવા બહાર નીકળી જતા હોય છે ચિંતા વગર અને ત્રીજું કે અમદાવાદીઓ કલાપ્રેમી, કલારસિકો હોય છે અને આ બધા ગુણો તેમને પાક્કા અમદાવાદી બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. ઓવર સોશિયલ વ્યક્તિત્વ - મલ્હાર ઠાકર

3 એવા પોઈન્ટ્સ જે મલ્હારને અમદાવાદી બનાવે છે એ છે - 'ફૂડી', ઓવર સોશિયલ વ્યક્તિત્વ' જે લગભગ દરેક અમદાવાદી હોય છે. આ ઉપરાંત જીવન જીવવાનો ઉત્સાહ અમદાવાદીઓમાં હોય છે અને અમદાવાદીઓ નાના સપનામાં પણ ખુશ રહેતા હોય છે. અને લાઈફમાં બધું ઓકે જ છે એ એટીટ્યુડ મલ્હારને અમદાવાદી બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. ફૂડી - આરોહી

આરોહીના મતે તેને પાક્કી અમદાવાદી બનાવે છે તેની દરેક જગ્યા વિશેની જાણકારી. તે પોતે ફૂડી છે અને અમદાવાદમાં કોઈપણ વિસ્તારમાં તમે જો સારું ખાવાનું શોધી રહ્યા હોવ તો તેની પાસે બીજા અમદાવાદીની જેમ જ તરત 10 વિકલ્પો આપી શકેથી માંડીને તેને અમદાવાદના દરેક ગલીને રસ્તા વિશે ખબર છે કે ક્યાં ક્યારે ટ્રાફિક હશે? કયો શોર્ટકેટ છે વગેરે.. તેને પાક્કી અમદાવાદી બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. પોતીકાપણું -રાગી જાની

રાગી જાની કહે છે કે તેમને અમદાવાદમાં પોતીકાપણું લાગે છે. દર બીજો અમદાવાદી તેમના જેવો જ લાગે છે. કોઈપણ પ્રકારના ભાર અને આડંબર વગરનું જીવન જીવતો હોય એ અમદાવાદી અને એ પોતીકાપણું જ તેમને અમદાવાદી બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. કટિંગ ચા- રોનક કામદાર

બિલ્ડર બોય રોનક જણાવે છે કે એક ફોન પર મિત્રને મળવાનો તાત્કાલિક પ્લાન જે બનાવે એ અમદાવાદી જ હોઈ શકે. બીજી અમદાવાદીઓની ખાસિયત એ છે કે અમદાવાદીઓની દરેક સમસ્યાનું નિવારણ હોય છે 'એક કટિંગ ચા' ત્રીજું એ છે કે જેટલા ખાવાના શોખીન અમદાવાદી છે એ બીજું કોઈ ના હોઈ શકે અને તે પોતે પણ ફૂડી છે અને ચોથું અને સૌથી અગત્યનું છે એ છે અમદાવાદીઓનો ઉમળકો અને આવકાર, એ અજાણ્યા વ્યક્તિને પણ એ રીતે મળશે જાણે ઘણા સમયથી ઓળખતા હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. કેમ છો પાર્ટી- નીલમ પંચાલ

અમદાવાદીઓ તરત ઓળખાઈ જ આવે, અલગ પડી જ જાય. અમદાવાદીઓ આવ્યા ને આયા જ કહે. મોજથી જીવે. કેમ છો ને બદલે કેમ છો પાર્ટી બોલે એ અમદાવાદી. ગમે ત્યાં હોઈએ પણ ઉત્તરાયણ તો અમદાવાદમાં જ અને આખી રાત નવરાત્રીમાં ગરબે રમે એ અમદાવાદી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. ફૂડી - નેત્રી ત્રિવેદી

નેત્રીનું કહેવું છે કે એક અમદાવાદીની પહેલી ઓળખ છે કે એ ફૂડી હોય છે અને એવું જ તેનું પણ છે તે દેશમાં હોય કે વિદેશમાં સાંજ પડે તેને સ્ટ્રીટ ફૂડ જ યાદ આવે છે. રસ્તે જતા ક્યાંય પણ બે જણ ઝગડતા હોય તો તે જોવા ઉભું રહી જવું કે પછી ઊંધા રસ્તે જતા વ્યક્તિને બૂમ પાડીને કમેન્ટ કરવી. અમદાવાદીઓ હાર્મલેસ પણ છે અને રિબેલિયસ પણ તો આ બધા ગુણો તેને અમદાવાદી બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. ચા પર ચર્ચા - માઈકલ

તો માઈકલના હિસાબે તેની અમદાવાદી તરીકેની ઓળખ એ છે કે તેણે પતંગ હોટલ માં લંચ અને માણેકચોકમાં ડિનર કર્યું છે. તે મિત્રો સાથે ચાની કિટલી પર geo-politics ડિસ્કસ કરે છે. અને બે-શરમીથી ભાવતાલ પણ કરે છે. અને પોળમાં ઉત્તરાયણ ઉજવી છે અને રથયાત્રાનાં દર્શન કર્યા પણ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Birthday Gujarati Celebs Heritage City
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ