બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અમદાવાદના સમાચાર / 'કુછ દિન તો ગુજારો અમદાવાદ મેં', એવી ફિલ્મો, કે જેને અમદાવાદને આપી એક નવી જ ઓળખ

photo-story

10 ફોટો ગેલેરી

A'bad બર્થ ડે સ્પેશિયલ / 'કુછ દિન તો ગુજારો અમદાવાદ મેં', એવી ફિલ્મો, કે જેને અમદાવાદને આપી એક નવી જ ઓળખ

Priyankka Triveddi

Last Updated: 10:41 AM, 26 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદી પ્રજા કલાપ્રેમી છે. અને આવકાર પ્રેમી પણ. ગુજરાતી ફિલ્મના શૂટિંગ અમદાવાદ અને ગુજરાતના ઘણા સ્થળોએ થતા હોય છે. હવે તો ગુજરાતી ફિલ્મના શૂટિંગ પણ વિદેશમાં થાવ લાગ્યા છે ત્યારે બીજી તરફ બોલીવુડના નવા મેકર્સ પણ વિદેશ સાથે ગુજરાત તરફ શૂટ માટે વળ્યાં છે. એવી ઘણી જાણીતી ફિલ્મો છે જેના શૂટિંગ કચ્છમાં થયા હોય એ પછી લગાન હોય કે રેફ્યુજી કે પ્રેમ રત્ન ધન પાયો કે પછી રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ. હિન્દી ફિલ્મ ગુજરાતમાં શૂટ થઇ હોય એ લિસ્ટ ઘણું લાબું છે.

1/10

photoStories-logo

1. બર્થ ડે સ્પેશિયલ

આજે અમદાવાદના જન્મ દિવસ નિમિત્તે નજીકના ભૂતકાળમાં જ આવેલી એવી ફિલ્મોની વાત કરીએ કે જેનું કથાબીજ એટલે કે પ્લોટ અમદાવાદમાં ધરબાયેલું હોય કે પછી એ ફિલ્મની વાતમાં અમદાવાદના સ્થળને વણાઈ લઈને રીઅલ લોકેશન પર તેનું શૂટ થયું હોય. ચાલો કરીએ એક નજર એ ફિલ્મના લિસ્ટ પર.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. કાઈ પો છે (2013)

Three Mistakes of my life જાણીતા લેખક ચેતન ભગતની નોવેલ પરથી બનેલી આ ફિલ્મનો પ્લોટ અમદાવાદ આધારિત છે. આ 3 મિત્રોની વાર્તા છે. અને વર્ષ 2000-2012 ના અમદાવાદની આ વાર્તા છે. જેમાં ભુકંપ અને ગોધરા કાંડના સમયને પણ આવરી લેવામા આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. કાઈ પો છે (2013)

આ ફિલ્મમાં હેરિટેજ સીટી એટલે કે પોળનું ક્લચર દર્શાવાયું છે. સુશાંત સિંહ, રાજકુમાર રાવ અને અમિત સાધની આ ફિલ્મનુ મોટા ભાગનું શૂટિંગ અમદાવાદમાં થયું છે આ સિવાય વડનગર અને દીવમાં પણ ફિલ્મનું શૂટિંગ થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. 2 સ્ટેટ્સ (2014)

લેખક ચેતન ભગતની રીઅલ લાઈફ સ્ટોરી બેઝડ નોવેલ '2 states'પરથી જ બનેલી આ ફિલ્મનું પણ એ જ ટાઈટલ છે. આ એક લવ સ્ટોરી છે. જેમાં મુખ્ય બે પાત્રો ક્રિશ અને અનન્યા - અર્જુન કપૂર અને આલિયા ભટ્ટની મુલાકાત અમદાવાદની કોલેજમાં થાય છે અને ત્યાંથી જ પ્રેમની શરૂઆત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. 2 સ્ટેટ્સ (2014)

આ ફિલ્મનું શુટિંગ IIM અમદાવાદ ઉપરાંત આસ્ટોડિયા ખાતે થયું છે. આ ફિલ્મનું એક ગીત IIM અમદાવાદના કેમ્પસમાં 4 દિવસમાં શૂટ કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. રઇસ (2017)

રાહુલ ધોળકિયા, આશિષ વશી, હરિત મહેતા અને નીરજ શુક્લ દ્વારા લખાયેલી શાહરુખ ખાનની આ ફિલ્મ કુખ્યાત ડોન અબ્દુલ લતીફના જીવન આધારિત છે. જેની શરૂઆત અમદાવાદ્થી જ થઇ હતી. જો કે ફિલ્મ મેકર્સે આ વાતને ક્યારેય અધિકારીત રીતે કહી નથી પણ ફિલ્મમાં અમદાવાદ શહેર દર્શાવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. રઇસ (2017)

આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં જ અમદાવાદનો સેટ લગાવીને કરવામાં આવ્યું છે. ફિલ્મનું થોડા ભાગનું શૂટ ભુજમાં થયું છે. આ ફિલ્મમાં નિકાહનો સીન સરખેજ રોજા ખાતે ફિલ્માવવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. ઓકે જાનું (2017)

શાદ અલી અને મણિ રત્નમની આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની રોમેન્ટિક ફિલ્મ 'ઓકે જાનું' નો એક સીન અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે શૂટ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. મિત્રો (2018)

જેકી ભગનાની, ક્રિતિકા કામરા, પ્રતીક બબ્બર અને પ્રતીક ગાંધીની આ ગુજરાતી પ્લોટ વાળી ફિલ્મ 'મિત્રો' નું શૂટિંગ અમદાવાદમાં થયું છે આ ઉપરાંત સુરત, વડોદરા અને સિદ્ધપુરમાં પણ થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. સત્યપ્રેમ કી કથા (2023)

કાર્તિક આર્યન અને કિઆરા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા સત્યપ્રેમ અને કથાની આ લવ સ્ટોરીનો બેઝ પણ અમદાવાદ છે. અમદાવાદનો એક છોકરો જે ગરબા દરમિયાન કથાને જોવે છે અને તેના પ્રેમમાં પડે છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ ઉપરાંત વડોદરા અને ગોંડલમાં પણ થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

સંકળાયેલા મુદ્દાઓ

Hindi Films Shot in Ahmedabad Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ