બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / diy how to with these simple setting change make old device faster speed hang issue

તમારા કામનું / જૂના ફોનને નવા જેવો કરવાની ટ્રિક: બસ બદલી નાંખો આ Settings, એકદમ નવા ફોન જેવી આપશે પરફોર્મન્સ

Manisha Jogi

Last Updated: 01:38 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોન જેમ જેમ જૂનો થાય તેમ તેમ તેમાં નકામી વસ્તુઓ ભરાવા લાગે છે. સમયની સાથે સાથે ફોન સુસ્ત થવા લાગે છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ.

  • શું તમારા સ્માર્ટફોનનું પર્ફોર્મન્સ બગડી રહ્યું છે?
  • ફોન જૂનો થાય તેમ તેમ તેમાં નકામી વસ્તુઓ ભરાવા લાગે છે
  • આ ટિપ્સની મદદથી ફોન એકદમ નવા જેવો જ બનાવી શકાય છે  

શું તમારા સ્માર્ટફોનનું પર્ફોર્મન્સ બગડી રહ્યું છે? તો હવે તમારે તમારા ફોનમાં થોડા ફેરફાર કરવા જોઈએ, જેથી તમારો સ્માર્ટફોન નવા સ્માર્ટફોનની જેમ કામ કરે. જેમ જેમ ફોન જૂનો થાય છે, તેમ તેમ ફોન સ્લો થવા લાગે છે. ફોન નવો ખરીદીએ ત્યારે સ્મૂધ ચાલે છે. ફોન જેમ જેમ જૂનો થાય તેમ તેમ તેમાં નકામી વસ્તુઓ ભરાવા લાગે છે. સમયની સાથે સાથે ફોન સુસ્ત થવા લાગે છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ. જેની મદદથી ફોન એકદમ નવા જેવો જ બનાવી શકાય છે.  

Software Update: કંપની ફોન માટે નિયમિતરૂપે અપડેટ જાહેર કરે છે. જેથી ફોનનું પર્ફોર્મન્સ, સિક્યોરિટી, બગ ફિક્સ રહે. તમે લેટેસ્ટ સોફ્ટવેરથી ફોન ઈન્સ્ટોલ ના કરો તો ફોન સ્લો થવા લાગે છે. જે તમને અપડેટનું નોટિફિકેશન ના મળે તો તમે મેન્યુઅલી ચેક કરી શકો છો. જે માટે ફોનના સેટિંગમાં જઈને About Device પર ક્લિક કરો અને Software Update પર ક્લિક કરો. 

Permission apps: તમે નોટીસ કર્યું હશે કે, જ્યારે પણ તમે કોઈ એપ્લિકેશન પહેલી વાર ઈન્સ્ટોલ કરો અથવા ઓપન કરો તો લોકેશન, કોન્ટેક્ટ, ફોન, મેસેજ, સ્ટોરેજ, માઈક્રોફોન અને કેમેરા જેવી અનેક પરમિશન માંગવામાં આવે છે. જે એપ માટે પરમિશનની જરૂર હોય માત્ર તે એપને પરમિશન આપો. તમામ એપ્લિકેશનને પરમિશન આપવાથી ફોનનું પર્ફોર્મન્સ સ્લો થઈ જાય છે. 

Cache File: જો તમને એવું લાગતું હોય કે, ફોનનું પર્ફોર્મન્સ સ્લો થઈ ગયું છે, તો તમારે એપ્સની સાથે સાથે નકામી ફાઈલ્સ ડિલીટ કરવાની રહેશે. અહીંયા Cache Filesની વાત કરવામાં આવી છે. આ ફાઈલ્સ ડિલીટ કરવા માટે એપ્લિકેશન પર લોન્ગ પ્રેસ કરો અને info પર ટેપ કરો. ત્યાં જઈને Cache File ડિલીટ કરી દો. 

Pre-installed apps: જો તમારા ફોનમાં કેટલીક એપ્લિકેશન પહેલેથી ઈન્સ્ટોલ હોય અને તેનું કોઈ કામ ના હોય તો તેને ડિએક્ટિવેટ કરી દો. જેથી એપ્લિકેશનની નકામી એક્ટિવિટી બંધ થઈ જશે અને ફોન રેમે વધુ મહેનત નહીં કરવી પડે. પ્રિ-ઈનસ્ટોલ્ડ એપ્લિકેશન ડિએક્ટીવેટ કરવા માટે ફોનના સેટિંગ્સમાં જઈને એપ્સ પર ક્લિક કરો. ત્યાર પછી એપ્સ મેનેજમેન્ટ પર ક્લિક કરો. જે એપ્લિકેશન ડિએક્ટીવેટ કરવી હોય તે એક એક કરીને ઓપન કરો અને ડિસેબલ કરો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ