બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:41 AM, 26 November 2025
Grahan 2026: 2026ની શરૂઆત બે અનોખા ગ્રહણોથી થશે. જેમાં રિંગ ઓફ ફાયર અને હોળી વાળા ચંદ્ર ગ્રહણનું વિશેષ મહત્વ રહેશે.
ADVERTISEMENT
નવું વર્ષ 2026 જ્યોતિષ અને ખગોળ શાસ્ત્ર બંને માટે ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે. વર્ષની શરૂઆતમાં જ સૂર્ય અને ચંદ્રના એવા બે મોટા ગ્રહણો લાગશે જે દુનિયાભરમાં ઉત્સુકતા ઊભો કરશે. જેમાં ફેબ્રુઆરીનું “રિંગ ઓફ ફાયર” સૂર્ય ગ્રહણ અને માર્ચનું પૂર્ણિમા સાથેનું ચંદ્ર ગ્રહણ ચર્ચાનો વિષય બન્યા છે. ખાસ વાત એ છે કે માર્ચ મહિનાનું ચંદ્ર ગ્રહણ હોળીના દિવસે લાગશે એટલે ભારતમાં તેનું ધાર્મિક મહત્વ પણ વધશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દ્રિક પંચાંગ મુજબ 2026નું પ્રથમ ગ્રહણ 17 ફેબ્રુઆરી મંગળવારે લાગશે. આ સૂર્યગ્રહણ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસના દિવસે લાગશે. આ ગ્રહણ વલયાકાર સૂર્યગ્રહણ રહેશે, જેને “રિંગ ઓફ ફાયર” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ સમય દરમિયાન સૂર્ય ચંદ્રની આસપાસ અગ્નિવલય જેવી પ્રકાશ રિંગ બનાવે છે. જો કે આ અદભુત દૃશ્ય ભારતમાં જોવા નહીં મળે. આ ગ્રહણ મુખ્યત્વે ઍન્ટાર્કટીકા, દક્ષિણ–પૂર્વ આફ્રિકા, દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગો ઉપરાંત પ્રશાંત, હિન્દ અને એટલાન્ટિક મહાસાગરના વિસ્તારોમાં દેખાશે. વૈજ્ઞાનિકો માટે આ ગ્રહણ અભ્યાસનું ખાસ અવસર બની શકે છે, કારણ કે વલયાકાર ગ્રહણો ભાગ્યે જ જોવા મળે છે.

ADVERTISEMENT
નવા વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ 3 માર્ચ 2026ને ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે લાગશે. અને આ દિવસ હોળીનો પણ છે. જેને લીધે એ દિવસે લાગનાર આંશિક ચંદ્ર ગ્રહણ વધુ ચર્ચામાં છે. આ ગ્રહણ સાંજે 06:26 વાગ્યે શરૂ થશે અને 06:46 વાગ્યે પૂરું થશે. માત્ર 20 મિનિટની ટૂંકી અવધિનું આ ગ્રહણ ઘણા દેશોમાં દેખાશે. ભારતમાં આ ચંદ્ર ગ્રહણ પૂરેપૂરું દેખાશે. જેના કારણે સૂતક કાળ પણ માન્ય ગણાશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પણ તેની ઝાંખી જોવા મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 7 ડિસેમ્બરથી ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું નસીબ! અચાનક ધનલાભના યોગ

ADVERTISEMENT
ફેબ્રુઆરી અને માર્ચના આ બંને ગ્રહણો માત્ર ખગોળીય દ્રષ્ટિએ જ નહીં પરંતુ ધાર્મિક નિમિત્તે પણ વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષના શરૂઆતના આકાશીય ફેરફારોને લીધે વૈજ્ઞાનિકો, જ્યોતિષો અને સામાન્ય લોકો બધા જ આ ઘટનાઓ ઉપર નજર રાખીને બેઠા છે. “રિંગ ઓફ ફાયર” જેવી દુર્લભ ઘટના અને હોળીના દિવસે લાગતું ટૂંકું પણ સ્પષ્ટ ચંદ્રગ્રહણ 2026ને અનોખું બનાવશે.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.