બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 'જય આદ્યા શક્‍તિ..' મા અંબેની આરતી, નવરાત્રિમાં શક્તિના સ્વરુપોની કરો આરાધના

ધર્મ / 'જય આદ્યા શક્‍તિ..' મા અંબેની આરતી, નવરાત્રિમાં શક્તિના સ્વરુપોની કરો આરાધના

Published By: Jay Bhatt

Last Updated: 09:08 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિમાં મા અંબેની આરાધનાનું ઘણું મહત્વ છે, ત્યારે અંબે માની આરતી ગુજરાતીમાં કડકડાટ પાક્કી કરી લો.

Ambe Maa Arti: ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ છે અને ઠેર-ઠેર ગરબાનું આયોજન થાય છે, ત્યારે ગરબાની શરૂઆત મા અંબેની આરતી સાથે થાય છે. અને આરતી સાથે જ ગરબાનું સમાપન કરવામાં આવે છે. નવરાત્રિમાં મા અંબેની આરાધનાનું ઘણું મહત્વ છે, ત્યારે અંબે માની આરતી ગુજરાતીમાં કડકડાટ પાક્કી કરી લો. જાણી લો લિરિક્સ

  • જગત જનની મા અંબેની આરતી

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,

અખંડ બ્રહ્માંડ દિપાવ્‍યા (2)પડવે પંડિતમા…

ॐ જયો જયો મા જગદંબે

દ્વિતિયા બેઉ સ્‍વરૂપ, શિવ શક્‍તિ જાણુ મા (2)

બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાવે હરમા….

ॐ જયો જયો મા જગદંબે

તૃતીયા ત્રણ સ્‍વરૂપ, ત્રિભુવનમાં બેઠા મા (2)

દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા…

ॐ જયો જયો મા જગદંબે

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્‍યાપ્‍યા, મા (2)

ચાર ભુજા ચૌદિશા (2) પ્રગટયાં દક્ષિણમાં …

ॐ જયો જયો મા જગદંબે

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા (2)

પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2)પંચે તત્‍વોમાં…

ॐ જયો જયો મા જગદંબે

vtv app promotion

ષષ્ઠિ તું નારાયણી, મહિસાસુર માર્યો મા (2)

નર નારી ના રૂપે (2), વ્‍યાપ્‍યાં સર્વે મા…

ॐ જયો જયો મા જગદંબે

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્‍યા સાવિત્રી મા (2)

ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા…

ॐ જયો જયો મા જગદંબે

અષ્ટમી અષ્ટભુજા, આવી આનંદા મા (2)

સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા…

ॐ જયો જયો મા જગદંબે

નવમી નવકુળ નાગ, સૈવે નવદુર્ગા મા (2)

નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા મા…

ॐ જયો જયો મા જગદંબે

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા (2)

રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્‍યો મા…

ॐ જયો જયો મા જગદંબે

એકાદશી અગિયારસ, કાત્‍યાયની કામા મા (2)

કામદુર્ગા કાળીકા (2) શ્‍યામાને રામા…

ॐ જયો જયો મા જગદંબે

બારસે બાળારૂપ, બહુચરી અંબા મા (2)

બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા…

ॐ જયો જયો મા જગદંબે

તેરશે તુળજા રૂપ, તમે તારૂણી માતા, મા (2)

બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા…

ॐ જયો જયો મા જગદંબે

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા (2)

ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહ વાહિની માતા,

ॐ જયો જયો મા જગદંબે

પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા મા (2)

વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં, ગાયે શુભ કવિતા

ॐ જયો જયો મા જગદંબે

સવંત સોળસત્તાવન, સોળસે બાવીસ મા (2)

સવંત સોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે, મૈયા જમુના ને તીરે

ॐ જયો જયો મા જગદંબે

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી

સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી

ॐ જયો જયો મા જગદંબે

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)

ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે

ॐ જયો જયો મા જગદંબે

ભાવ ન જાણુ ભક્‍તિ ન જાણું, નવજાણું સેવા મા (2)

વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા…

ॐ જયો જયો મા જગદંબે

એકમ એક સ્‍વરૂપ, અંતર નવ ધરશો મા (2)

ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો…

ॐ જયો જયો મા જગદંબે

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા (2)

કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી…

ॐ જયો જયો મા જગદંબે

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Ambe Maa Arti Gujarati Arti Lyrics

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ