ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / તમે પણ તમારા મિત્રોને મોકલો શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓના આ ફોટો મેસેજ, વાંચીને ખુશ થઇ જશે

Janmashtami 2025 / તમે પણ તમારા મિત્રોને મોકલો શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓના આ ફોટો મેસેજ, વાંચીને ખુશ થઇ જશે

Published By: Nidhi Panchal

Last Updated: 10:53 AM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

16 ઓગસ્ટ 2025ના રોજ સમગ્ર દેશમાં ભક્તિ, પ્રેમ અને આનંદના માહોલ વચ્ચે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં મધરાત્રીના ભક્તિમય ભજનો અને શેરીઓમાં દહીં-હાંડીના ઉત્સાહથી આખો દેશ ગોકુળ બની ગયો છે. તો આ ઉત્સહ પર તમારા સગા સંબંધીને કવિતાઓ દ્વારા પણ Happy Janmasthmi કહી શકો છો.

ADVERTISEMENT

આજે 16 ઓગસ્ટ 2025ના રોજ સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ભક્તિભાવ, આનંદ અને ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. મધરાત્રીના પવિત્ર સમયે મંદિરોમાં વાંસળીના મધુર સૂર, ભજનો અને ઘંટનાદ વચ્ચે ભક્તો નંદલાલાના જન્મની ઉજવણી કરશે, ક્યાંક ઝૂલામાં બેસાડેલા લાડુ ગોપાલની આરતી કરવામાં આવશે તો ક્યાંક શેરીઓ દહીં-હાંડી તોડવાના ઉત્સાહથી ગુંજી ઉઠી છે.

JANMASHTMI-4

આ પવિત્ર તહેવાર માત્ર આનંદનો જ નહિ, પરંતુ શ્રીકૃષ્ણની અદભુત લીલા, ઉપદેશો અને પ્રેમના સંદેશને યાદ કરાવે છે. દેશભરના મંદિરોને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા છે અને રાધા-કૃષ્ણના ભવ્ય દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. જન્માષ્ટમીના શુભ પ્રસંગે લોકો પોતાના પરિવારજનો, મિત્રો અને પ્રિયજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે. "નંદ કે આનંદ ભયો જય કન્હૈયા લાલ કી" ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.

ભક્તો વિવિધ સંદેશાઓ અને કવિતાઓ દ્વારા પણ આનંદ વ્યક્ત કરી રહ્યા છે. કોઈ કૃષ્ણની માખણચોરીને યાદ કરે છે તો કોઈ તેની વાંસળીના મધુર અવાજને. નાનકડા બાલગોપાલના તોફાની સ્વભાવ અને માતા યશોદાના લાડલાની છબીને લોકો પોતાના હૃદયમાં જીવંત કરી રહ્યા છે.

राधा के संग कान्हा की लीला,

माखन चुराना, बांसुरी की बोली प्यारी।

आओ मनाएं हम जन्माष्टमी का त्यौहार,

हर दिल में हो बस मुरलीवाले की सवारी।

हैप्पी जन्माष्टमी 2025

माखन चुराकर जिसने खाया,

बंसी जिसकी प्यारी,

ऐसे नंदलाला को

हम सबकी ओर से जन्मदिन मुबारक प्यारी।

प्यारी सूरत नटखट श्यामा,

तुमको चाहे सारा जमाना,

मैं भी हूं देखो तुम्हारा दीवाना,

हैप्पी बर्थडे टू यू कान्हा।

राधे-राधे!

मोर मुकुट सिर पर, बंसी होठों पर सजाए,

अपनी मुरली की धुन से, सबको नचाए।

मां यशोदा की लाडले, सबकी आंखों का तारे,

शरारतों में सबसे आगे, वो है कान्हा प्यारे।

जन्माष्टमी की हार्दिक शुभकामनाएं!

app promo2

આ પણ વાંચો : આજે જન્માષ્ટમી, જાણો લડ્ડુ ગોપાલની પૂજાવિધિથી લઇને મુહૂર્તનો શ્રેષ્ઠ સમય

આજના દિવસે, "માથા પર મોરનો મુગટ, હોઠ પર વાંસળી અને પ્રેમથી ભરેલું હૃદય" એવા કાન્હાને દરેક ભક્ત પોતાના હૃદયમાં સ્થાન આપે છે. દહીં-હાંડીની રમતમાં યુવાઓ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે અને સમગ્ર જગ્યા પર એકતા, પ્રેમ અને આનંદનો માહોલ સર્જાઈ રહ્યો છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી આપણને ધર્મ, પ્રેમ અને કરુણાનો સાચો માર્ગ બતાવે છે. ચાલો આપણે પણ આ પવિત્ર દિવસે ભક્તિ અને આનંદ સાથે શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરીએ અને સૌના ઘરમાં “જય શ્રીકૃષ્ણ” નો નાદ ગુંજે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

janmashtami status video krishna janmashtami photo janmashtami image

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ