ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Dhanteras 2019 Donate These 5 Things Will Make You Rich

તહેવાર / ધનતેરસના દિવસે આ પાંચ વસ્તુઓનું કરો દાન, લક્ષ્મીજી થઇ જશે પ્રસન્ન

Published By: Juhi

Last Updated: 07:58 PM, 18 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી આવવામાં ગણતરીના દિવસો બાકી છે  અને દિવાળીના 2 દિવસ પહેલા આસો વદ તેરસના દિવસે ધામધૂમથી ધન તેરસનો તહેવાર ઉજવાય છે.

ADVERTISEMENT

હિંદુ માન્યતા અનુસાર, આ દિવસે નવી વસ્તુ અને ખાસ કરીને ઘરેણા ખરીદવાનું વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર, આવુ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ધનતેરસે ખરીદી કરવા સાથે દાનનું પણ મહત્વ છે. ધન તેરસના દિવસે કરવામાં આવેલું દાન તમને અનેક ગણું વધારે થઇ પાછું મળે છે અને તમારે ક્યારેય પૈસાની તંગીનો સામનો નથી કરવો પડતો. આ પાંચ ચીજોનું દાન ધનતેરસે શુભ માનવામાં આવે છે. 

- ધનતેરસના દિવસે તમે કોઇ ગરીબ વ્યકિતને પીળા વસ્ત્ર દાન કરી શકો છો. આ દિવસે વસ્ત્રદાનને મહાદાન કરવામાં આવે છે. આમ કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે. 

- ધનતેરસના શુભ પ્રસંગે તમારે કમસેકમ એક ગરીબને ઘરે બોલાવી આદર અને સન્માન આપી ભોજન કરાવવું જોઇએ. ભોજનમાં ખીર અને પૂરીને ખાસ શામેલ કરવી જોઈએ. ભોજન કરાવ્યા બાદ દક્ષિણા ચોક્કસથી આપવી.

- ધનતેરસે તમારે કોઇ જરૂરિયાતમંદ વ્યકિતને નારિયેળ અને મીઠાઇનું દાન કરવુ જોઇએ. આમ કરવાથી તમારા ભંડાર આખું વર્ષ ભરેલા રહેશે. તમારે ક્યારેય પૈસાની તંગીનો સામનો નહી કરવો પડે.

- તમે આ દિવસે સોનુ-ચાંદી ખરીદો તો બીજી બાજુ લોખંડની ચીજનું દાન પણ કરો. લોખંડ દાન કરવાથી દુર્ભાગ્યનો નાશ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થાય છે.

- ધનતેરસે ઘણા ઘરમાં નવુ ઝાડુ ખરીદવાનો રિવાજ છે. જો તમારા ઓળખીતાએ કોઇ એવુ હોય કે આર્થિક તંગી ઝઝૂમી રહ્યુ હતુ તો તમે ઝાડુ ખરીદીને આપી શકો છો. આમ કરવાથી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થશે અને તમારા મનની સારી ભાવના જોઇને તમારા અંગતને પણ સંપન્ન બનાવી દેશે.

સંકળાયેલા મુદ્દાઓ

DIwali 2019 Dhanteras Dharm Diwali Pooja દાન લક્ષ્મીજી કૃપા Diwali 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ