બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મુંબઈ / અમદાવાદના સમાચાર / DHAIRYRAJ OF GUJARAT WILL BE GIVEN 16 CRORE RS INJECTION TODAY, HE IS SUFFERING FROM SMA-1

નવજીવન / મુંબઈની હોસ્પિટલમાં ધૈર્યરાજની સારવાર શરૂ, અમેરિકાથી આવ્યું 16 કરોડનું ઈન્જેક્શન; આજે મૂકવામાં આવશે

Published By: Parth

Last Updated: 09:30 AM, 5 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 નામક દુર્લભ બીમારીથી પીડાતા ધૈર્યરાજ માટે અમેરિકાથી ઈંજેક્શન આવી જતાં મુંબઈની હોસ્પિટલમાં સારવાર શરૂ થઈ ગઈ છે.

  • ધૈર્યરાજસિંહ જાડેજાને મળશે નવું જીવન
  • ધૈર્યરાજસિંહને આજે અપાશે ઇન્જેક્શન 
  • મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર

ધૈર્યરાજસિંહ SMA નામની ગંભીર બીમારી પીડિત છે

ગુજરાતીઓની એકતાના કારણે SMA નામની ગંભીર બીમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર શરૂ થઈ ગઈ છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ધૈર્યરાજની સારવાર કરવામાં આવી રહી છે અને વિદેશથી 16 કરોડ રૂપિયાનું ઈંજકેશન પણ મંગાવવામાં આવ્યું છે. ધૈર્યરાજને આ ઈંજેક્શન બાદ નવજીવન મળશે. નોંધનીય છે કે અમેરિકાથી ધૈર્યરાજ માટે ઈંજેક્શન આવી ગયું છે અને આજે તેને ઈંજેક્શન આપવામાં આવશે.  

વિદેશથી રૂ.16 કરોડની કિંમતનું ઇન્જેક્શન મંગાવાયું

નોંધનીય છે કે ધૈર્યરાજના માતા પિતા સામાન્ય પરિવારથી છે અને દીકરા માટે 16 કરોડની વ્યવસ્થા કરવા માટે નિઃસહાય હતા. જોકે ગુજરાતીઓએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે. આખા ગુજરાતમાં મોટા પાયા પર ધૈર્યરાજ માટે ફાળો ભેગો કરવામાં આવ્યો, સોશ્યલ મીડિયા પર બાળક માટે અભિયાન ચલાવવામાં આવ્યું, આ સિવાય ગુજરાતી મીડિયાએ પણ ટીવીના માધ્યમથી લોકોને ધૈર્યરાજની મદદ કરવા માટે આહવાહન કર્યું અને જોતજોતામાં દાનના ધોધથી બાળક માટે 16 કરોડ રૂપિયા ભેગા કરી લેવામાં આવ્યા. હવે બાળકની સારવાર પણ ચાલુ થઈ ગઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dhairyarajsinh Mumbai gujarat ધૈર્યરાજસિંહ SMA-1 Dhairyaraj

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ