બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Devon Conway first match england vs new zealand

વાહ / ડેબ્યૂ મેચમાં જ ઇતિહાસ રચી દીધો, આ યુવા ખેલાડીએ સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી નાખ્યો

Published By: Arohi

Last Updated: 04:57 PM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચના પ્રથમ દિવસે જ ન્યૂઝીલેન્ડ તરફથી ડેબ્યૂ કરનારા ડેવોન કોન્વેએ શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે.

  • ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ 
  • પ્રથમ ટેસ્ટ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાઈ
  • કોન્વેએ 163 બોલમાં 11 ચોગ્ગા મારી પોતાની સદી પૂરી કરી 

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ગઈ કાલથી શરૂ થઈ ચૂકી છે. પ્રથમ ટેસ્ટ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે જ ન્યૂઝીલેન્ડ તરફથી ડેબ્યૂ કરનારા ડેવોન કોન્વેએ શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. ઓપનર તરીકે કોન્વે લોર્ડ્સના મેદાન પર પ્રથમ દિવસે જ સદી ફટકારનારો પહેલો બેટ્સમેન બની ગયો છે. 

163 બોલમાં 11 ચોગ્ગા મારી પોતાની સદી પૂરી કરી
કોન્વેએ 163 બોલમાં 11 ચોગ્ગા મારી પોતાની સદી પૂરી કરી હતી. ગઈ કાલની રમત બંધ રહી ત્યાં સુધીમાં ન્યૂઝીલેન્ડે ત્રણ વિકેટે 246 રન બનાવીને મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. કોન્વે 136 રને અને હેનરી નિકોલ્સ 46 રને બેટિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સ પર જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સૌરવે ઈંગ્લેન્ડ સામે 131 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. 

ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો ત્રીજો વિદેશી બેટ્સમેન
એ ટેસ્ટમાં દ્રવિડે પણ 95 રનની ઇનિંગ્સ રમી હતી. દ્રવિડની પણ એ ડેબ્યૂ ટેસ્ટ હતી. ન્યૂઝીલેન્ડનો કોન્વે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો ત્રીજો વિદેશી બેટ્સમેન બન્યો છે. એ પહેલાં હેરી ગ્રેહામ (૧૮૯૩) અને સૌરવ ગાંગુલી (1996)માં આ સિદ્ધી મેળવી ચુક્યા છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Devon Conway England vs New Zealand first match ડેવોન કોન્વે Devon Conway

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ