બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Demand for this post has increased, with corporate salaries now rising, a new trend of changing tim

કેરિયર / કોર્પોરેટ કંપનીઓમાં હવે ખુબ ઉંચા પગાર સાથે આ પોસ્ટની માંગ વધી, બદલાતા સમયનો નવો ટ્રેન્ડ

Published By: Ravi

Last Updated: 03:59 PM, 30 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતા સમય સાથે દરેક ક્ષેત્રમાં નવા-નવા ટ્રેન્ડ આવી રહ્યા છે. ઉદ્યોગમાં ટકી રહેવા માટે થઈને માર્કેટની સ્થિતિ સમજવી જરૃરી છે. કોઈ પણ બિઝનેસ હોય તેમાં પ્રગતિ સાધવા માટે થઈને માર્કેટ રિસર્ચ એનાલિસ્ટની મદદ લેવામાં આવે છે. યુવાનો આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચારી શકે છે. સતત બદલાતા ટ્રેન્ડના કારણે માર્કેટિંગ ફિલ્ડમાં માર્કેટ રિસર્ચ એનાલિસ્ટનો વ્યવસાય ચલણમાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં આ વિશેષજ્ઞોની ડિમાન્ડ હાલના સમયમાં વધી રહી છે.

 

માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ

આ વિષયમાં નિપુણ લોકો જુદા-જુદા સ્ત્રોત દ્વારા ડેટા એકત્રિત કરે છે. તેના વિશ્લેષણ અને રિસર્ચના આધાર પર રિપોર્ટ તૈયાર કરી, કોઈ પણ પ્રોડક્ટની સર્વિસ, માર્કેટિંગ અને સેલ્સની રણનીતિઓ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેમની સલાહ મૅનેજમૅન્ટ માટે મહત્ત્વની હોય છે. નવા પ્રોડક્ટની ડિઝાઇન, પ્રોડક્શન, ભાવિ માર્કેટ અને વપરાશકર્તાઓ તથા હરીફ કંપનીઓની પ્રોડક્ટ્સની સાથે સ્પર્ધા માટે નીતિઓ તૈયાર કરવામાં પણ આ પ્રોફેશનલ્સની ભૂમિકા મહત્ત્વની હોય છે. માર્કેટ રિસર્ચ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીના આધારે પ્રોડક્ટની ખામીઓમાં સુધારો કરવાની તક મળી રહે છે.

જવાબદારી

  •  માર્કેટિંગ અને સેલ્સના નવા ટ્રેન્ડ્સ વિશે માહિતીગાર બનવું અને ભવિષ્યના વલણ વિશે કંપનીને જાણકારી આપવી.
  •  માર્કેટિંગ વ્યૂહરચનાની અસરકારકતાનો અભ્યાસ કરવો.
  •  ડેટા એકત્રિત કરવા માટે સરવે, પ્રશ્નોત્તરી, અભિપ્રાય વગેરેની રૃપરેખા તૈયારી કરવી.
  •  ગ્રાહક, પ્રતિસ્પર્ધીઓ અને માર્કેટ સ્થિતિ સંબંધિત ડેટા ભેગા કરવા.
  •  સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરનો ઉપયોગ કરી માર્કેટ ડેટાનું વિશ્લેષણ કરવું.
  •  જટિલ ડેટાને સરળ બનાવી સમજવા યોગ્ય કોષ્ટક અને ગ્રાફિક્સમાં પરિવર્તન કરવા.
  •  રિપોર્ટ તૈયાર કરી ગ્રાહક અને મૅનેજમૅન્ટને આપવો.

કુશળતા

  •  જુદા-જુદા પ્રકારના ડેટાને સમજવા અને તેની યોગ્યતાનું વિશ્લેષણ કરવું.
  •  ભાષા પર અંકુશ અને સારી કોમ્યુનિકેશન સ્કિલ અનિવાર્ય છે, કારણ કે વપરાશકર્તાની જરૃરિયાતને સમજીને માર્કેટિંગ રિસર્ચ અને એનાલિસિસનું કામ સરળતાથી કરી શકાય.
  •  ગણિત અને આંકડાશાસ્ત્ર જેવા વિષયોનું જ્ઞાન મદદરૃપ બને છે.
  •  એનાલિસિસ અને તેના સંબંધિત સોફ્ટવેરમાં પારંગતતા.
  •  મનોવિજ્ઞાનની પાયાની સમજ.
  •  સમગ્ર ટીમ સાથે સંકલન કરવાની ક્ષમતા.
  •  માર્કેટ સંબંધિત અપડેટની જાણકારી.

મુખ્ય વપરાશકર્તા

  •  મૅનેજમૅન્ટ, સાયન્ટિફિક અને ટૅક્નિકલ કન્સલ્ટિંગ સર્વિસ
  •  ફાઇનાન્સ અને ઇન્સ્યૉરન્સ કંપનીઓ
  •  જથ્થાબંધ વેપારીઓ
  •  કંપનીઓ અને ફર્મના મૅનેજમૅન્ટ
  •  પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી
  •  રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
  •  યુનિવર્સિટી

ટ્રેનિંગ

મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, કોમ્પ્યુટર સાયન્સ સાથે કોઈ પણ વિષયમાં સ્નાતક થવંુ ઉપયોગી બની રહે છે. બીબીએ (માર્કેટિંગ એન્ડ ફાઇનાન્સ), બીકોમ (મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સ), બીએસસી (મેથ્સ) જેવા કોર્સ ઘણા ઉપયોગી છે. આ ઉપરાંત માર્કેટ રિસર્ચ એનાલિસિસ સાથે જોડાયેલા માસ્ટર્સ સ્તરના એમએસસી, એમટેક ડિગ્રી કોર્સ અથવા અન્ય સંબંધિત હાયર સ્ટડી પણ જરૃરી છે. આવા રિસર્ચના પ્રેક્ટિક્લ અનુભવો અને સંસ્થાઓમાં ઇન્ટર્નશિપ કરવાથી પ્રોફેશન વિશે વ્યાવહારિક સમજ વિકસિત થાય છે. સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા પ્રકારના શોર્ટ ટર્મ ટ્રેનિંગ કોર્સ ચલાવવામાં આવે છે. આ કોર્સ ઓનલાઇન અને ઓફલાઇન પણ કરી શકાય છે. વિદેશી વિશ્વવિદ્યાલય અને ઓનલાઇન કોર્સ કરાવતી ખાનગી સંસ્થાઓ આ વિષય માટે ઓનલાઇન ટ્રેનિંગ પણ આપે છે.

ડોક્યુમેન્ટ જરૃરી

આ પ્રોફેશનમાં સર્ટિફિકેશનનું મહત્ત્વ વધારે છે. જેના દ્વારા માર્કેટ રિસર્ચ એનાલિસ્ટની કાર્યક્ષમતાની જાણકારી મળે છે. સામાન્ય રીતે મોટી કંપનીઓ આ સર્ટિફિકેશનના આધારે જ જોબ પ્રોવાઇડ કરે છે અને આ પ્રોફેશનને લગતંુ કાર્ય સોંપે છે. ઘણી ખાનગી કંપનીઓ દ્વારા આ પ્રકારની સર્ટિફિકેશન પરીક્ષાનું આયોજન કરે છે. જેમાં ઉમેદવારના પ્રદર્શનના આધારે કોમ્પિટેન્સી સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ ટેસ્ટ અનુભવ અને સંબંધિત ક્ષેત્રના વ્યાવહારિક જ્ઞાન પર આધારિત હોય છે. સમયઅંતરાલે તેનામાં બદલાવ કરવામાં આવતા રહે છે.

ઓનલાઇન માધ્યમ

ઓનલાઇન ટ્રેનિંગ કરાવતી સંસ્થાઓ માર્કેટ રિસર્ચ સાથે જોડાયેલા ૧૫૦થી વધુ કોર્સનું સંચાલન કરે છે. જેની સંપૂર્ણ માહિતી જે-તે સંસ્થાની વેબસાઇટ પરથી મળી રહે છે.

કારકિર્દી માટે અનેક રાહ

ઍડ્વર્ટાઇઝિંગ, પ્રમોશન અને માર્કેટિંગ મેનેજરઃ

આ પ્રોફેશનલનું કાર્ય નવી પ્રોડક્ટ અને સર્વિસ માટે જાગરુક્તા વિકસાવવી અને તે સંબંધિત પ્લાન તૈયાર કરવાનું છે. પ્રોડક્ટ માટેની કોઈ પણ રણનીતિ એટલે કે પ્લાન ડેટાના વિશ્લેષણ પ્રમાણે બનાવે છે.

કોસ્ટ એસ્ટિમેટરઃ

ડેટા પ્રમાણે નવી પ્રોડક્ટને તૈયાર કરવામાં લાગતા ખર્ચ, શ્રમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાચા માલ વગેરે માટે વપરાતા નાણાની ગણતરી કરી મૅનેજમૅન્ટને જાણકારી આપવાનું કામ આ પ્રોફેશનલ્સ કરે છે.

ઇકોનોમિસ્ટઃ

આ વિષયમાં નિપુણ પ્રોફેશનલ્સ કંપની માટે મર્યાદિત સંસાધનોનું સચોટ વિતરણ, ઉત્પાદન વગેરેના ડેટાનું વિશ્લેષણ કરી કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય ત્યારે યોગ્ય ઉપાય મૅનેજમૅન્ટ સમક્ષ રજૂ કરે છે.

સ્ટેટિસ્ટિશિયનઃ

મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ આધારિત ટૂલ્સ પ્રમાણે બિઝનેસ, એન્જિનિયરિંગ, હેલ્થકૅર વગેરે ક્ષેત્રોની વાસ્તવિક સમસ્યાઓનું નિવારણ શોધવાનું કાર્ય આ પ્રોફેશનલ્સ કરે છે.

સર્વે રિસર્ચરઃ 

સર્વે અને રિસર્ચની જરૃરિયાત પ્રમાણે ડિઝાઇન તૈયાર કરવાનું કામ આ પ્રોફેશનલ્સ સંભાળે છે. જેના આધારે ઉપયોગી ડેટા એકઠા કરી શકાય.

પડકાર

  •  પ્રોફેશનલ્સની નાની ભૂલ કંપની માટે ઘણી મોટી બની જાય છે. કોઈ સમયે કારકિર્દી પણ દાવ પર લાગી જતી હોય છે.
  •  ઓછા સમયમાં સારા પરિણામની આશા પ્રોફેશનલ્સ પાસે રાખવામાં આવે છે. માટે તણાવગ્રસ્ત સ્થિતિ ઊભી થાય છે.
  •  શરૃઆતના સમયમાં આકર્ષક વેતન મળવામાં મુશ્કેલી ઊભી થાય છે.
  •  એકઠા કરેલા ડેટા કેટલા સાચા અને કેટલા ખોટા છે તે વિશે સારી સમજ વિકસિત કરવાની જરૃર છે.

મુખ્ય સંસ્થાઓ

  •  સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન દ્વારા એમએસસી (બિગ ડેટા એનાલિટિક્સ) કોર્સનું આયોજન ટીસીએસ સાથે મળીને કરવામાં આવે છે.
  •  બિટ્સ પિલાની દ્વારા એમ ટેક (ડેટા એનાલિટિક્સ) કોર્સનું સંચાલન કરવામાં આવે છે.


આ ખાસ પ્રકારનું પ્રોફેશન છે જેમાં જુદા-જુદા સ્ત્રોત દ્વારા મેળવેલા ડેટાનું સોફ્ટવેર અને સિદ્ધાંતથી વિકસિત ફોર્મ્યુલાની મદદથી તાર્કિક રૃપથી વિશ્લેષણ કરવામાં આવે છે. આ વિષયમાં નિપુણતા અને સમજદારી ન હોય તો તેમાં કાર્ય કરી શકાતું નથી. નોકરી મેળવ્યા પછી સતત આ વિષયમાં જાણકારી મેળવવી  જોઈએ.  પોતાની કે અન્યની કોઈ પણ પ્રકારની ભૂલમાંથી શીખવાનો પ્રયત્ન કરવાથી મુશ્કેલી સરળ બને છે. ટૅક્નિકલ નોલેજ મહત્ત્વનું છે માટે તેના પર સારી પકડ હોવી જરૃરી છે. સચોટ પ્રયોગ પર હંમેશાં પ્રેક્ટિસ કરતા રહેવંુ જોઈએ જેનો લાભ જોબ ચેન્જ કરવાની હોય ત્યારે થાય છે. સેલરી અનુભવ અને કાર્ય પ્રત્યેની નિષ્ઠાના આધારે વધતી રહે છે. આ પ્રોફેશનલ્સની માગ માર્કેટિંગ અને સેલ્સ સાથે જોડાયેલાં કાર્યોમાં રહેલી છે. હાલના સમયમાં આવા પ્રોફેશનલ્સને સારું પેકેજ મળી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Company Job Training Market corporate company job online research vacancy Carrier

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ