બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Delhi deputy CM Manish Sisodia writes to PM Modi, raises questions on his education

પ્રહાર / કૌભાંડ કેસમાં કોર્ટે જામીન ન આપતા જેલમાં બંધ સિસોદિયાએ લખ્યો પત્ર, કહ્યું ભણેલો-ગણેલો PM જોઈએ

Megha

Last Updated: 03:51 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂ નીતિ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાએ હવે જેલની અંદરથી એક પત્ર લખ્યો છે જેમાં તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું છે

  • મનીષ સિસોદિયાએ હવે જેલની અંદરથી એક પત્ર લખ્યો છે
  • સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું છે
  • છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં 60,000 શાળાઓ બંધ કરવામાં આવી છે

જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીનને લઈને હાલ જ આંચકો લાગ્યો છે. જણાવી દઈએ કે દારૂ નીતિ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાએ હવે જેલની અંદરથી એક પત્ર લખ્યો છે.સિસોદિયાએ રાષ્ટ્રના નામ પર આ પત્ર લખ્યો છે,જો કે આમાં તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું છે. પત્રમાં એમને દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં 60,000 શાળાઓ બંધ કરવામાં આવી છે. આ પત્રમાં સિસોદિયાએ મુખ્યત્વે દેશમાં શિક્ષણને લઈને વાત કરી છે અને પત્રની ઉપર લખવામાં આવ્યું છે કે પર લખ્યું છે, 'તિહાર જેલમાંથી પ્રિય દેશવાસીઓને નામ મારો પત્ર' 

60,000 સરકારી શાળાઓ બંધ છે, કેમ?
આ પત્રમાં પીએમ મોદી પર નિશાન સાધવા સિવાય મનીષ સિસોદિયાએ દેશના યુવાનોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આજે દેશના યુવાનોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કંઈક કરવાની ક્ષમતા છે. દેશભરમાં 60,000 સરકારી શાળાઓ બંધ છે, કેમ?સિસોદિયાએ લખ્યું કે દેશની વસ્તી વધી રહી છે, તેથી શાળાઓની સંખ્યા પણ વધારવી જોઈએ. 

તપાસ એજન્સીને નોટિસ જારી કરી
જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) પાસેથી જવાબ માંગ્યો હતો.જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયાની અરજી પર તપાસ એજન્સીને નોટિસ જારી કરીને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી.દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે 31 માર્ચે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે આ કેસમાં ગુનાહિત ષડયંત્ર પાછળનો મુખ્ય સૂત્રધાર હોવાનું જણાયું હતું અને તેણે દિલ્હી સરકારમાં પોતાને અને તેના સહયોગીઓને આશરે રૂ. 90-100 કરોડની ઉચાપત કરી હતી. કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પીએમ નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ