બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Defeat of Pakistan today in the match of INDvsPAK is certain! These are the 7 main reasons responsible

ક્રિકેટ / INDvsPAKની મેચમાં આજે પાકિસ્તાનની હાર નિશ્ચિત! આ 7 મુખ્ય કારણો છે જવાબદાર

Megha

Last Updated: 01:31 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ, ભૂતકાળના આંકડાઓથી લઈને વર્તમાન ફોર્મ સુધી આ મેચમાં દરેક પરિબળ ટીમ ઈન્ડિયાની જીત તરફ ઈશારો કરી રહ્યા છે.

  • આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે શાનદાર મેચ 
  • આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત લાગી રહી છે
  • ભૂતકાળના આંકડાઓથી લઈને વર્તમાન ફોર્મ સુધી દરેક પરિબળ ટીમ ઈન્ડિયા તરફ 

જે ક્ષણની ક્રિકેટરસિકો આતુરતાથી રાહ જોતા હતા તે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગની ક્ષણ આવી ચૂકી છે. ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમોની વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. રોહિત શર્મા આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે, જ્યારે પાકિસ્તાની ટીમની કમાન બાબર આઝમના હાથમાં રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1.30 કલાકે થશે.

આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત લાગી રહી છે. ભૂતકાળના આંકડાઓથી લઈને વર્તમાન ફોર્મ સુધી દરેક પરિબળ ટીમ ઈન્ડિયાની જીત તરફ ઈશારો કરી રહ્યા છે. સાથે જ  પાકિસ્તાનની હારના આ 7 મુખ્ય કારણો જવાબદાર હશે.. 

1 - મહત્વનું છે કે વર્લ્ડ કપની શ્રેણીમાં ભારત અને પાકિસ્તાન 8મી વખત આમને-સામને ટકરાશે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીની 7 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડ્યું છે. ત્યારે આ સીલસીલો અકબંધ રાખવા માટે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશે. તો બીજી બાજુ પાકિસ્તાન પોતાના શિર પરથી સતત હારનો બદનામીનો તાજ હટાવવા જંગે ઉતરશે. 

2 - ભારતે વર્લ્ડ કપના ઇતિહાસમાં કુલ 86 મેચ રમી છે જેમાંથી 55 જીતી છે. એટલે કે ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 65 છે તો બીજી તરફ પાકિસ્તાને વર્લ્ડ કપની 81 મેચ રમી છે જેમાંથી 47 મેચ જીતી છે. એટલે કે ટીમ પાકિસ્તાનની જીતની ટકાવારી 59 છે. એક રીતે જોવા જઈએ તો વર્લ્ડ કપના એકંદર પ્રદર્શનમાં પણ ભારતીય ટીમ આગળ છે.

3 - વર્લ્ડ કપની આ મેચ ભારતમાં રમાઈ રહી છે અને મેચ જોવા આવેલ બધા દર્શકો ટીમ ઈન્ડિયાનો સપોર્ટ કરવાના છે એવામાં પાકિસ્તાની ક્રિકેટરો વધારાના દબાણમાં જોવા મળશે અને આ દબાણ તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ દેખાઈ છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાની ખેલાડીઓ માટે ભારતીય બેટ્સમેનોના કેચ છોડવા એ સામાન્ય બાબત છે અને આ મેચમાં પણ આવું જોવા મળી શકે છે. 

4 - અંહિયા ખાસ વાત એ પણ છે કે ICCની ODI રેન્કિંગમાં હાલ ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાન પર  તો પાકિસ્તાન બીજા ક્રમે છે.  

5 - અમદાવાદના નરેન્દ્ર મોડી સ્ટેડિયમની માટી પણ મહત્વનો રોલ નિભાવશે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાલ માટીની પીચ પર યોજવામાં આવે તો મેચ ખૂબ જ રસપ્રદ બની રહેશે, કારણ કે બંને ટીમો પાસે ઉત્તમ ફાસ્ટ બોલર છે, જે લાલ માટીની પીચ પર ખૂબ જ ખતરનાક સાબિત થશે. પરંતુ જો મેચ કાળી માટીની પીચ પર યોજાવા જઈ રહી છે અને આ કારણે પાકિસ્તાન ટીમ ભારે તણાવમાં જોવા મળશે. કારણ કે સ્પિનરોને કાળી પીચો પર મદદ મળે છે. અને પાકિસ્તાનના બેટ્સમેનો સ્પિનરો સામે નબળા હાથ હોવાનું જણાય છે.

6 - હાલમાં જ એશિયા કપની સુપર-4 મેચમાં પાકિસ્તાનની ટીમે ભારતીય સ્પિનર કુલદીપ યાદવ સામે ટકી શકી નહતી. તે મેચમાં કુલદીપ યાદવે 5 ઓવરમાં અડધી પાકિસ્તાની ટીમને આઉટ કરી નાખી હતી. 357 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ માત્ર 32 ઓવર જ રમી શકી અને તેનો સ્કોર માત્ર 128 રહ્યો હતો.

7 - ભારતની બેટિંગ પાકિસ્તાન કરતા ઘણી મજબૂત છે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર સહિત નીચલા ક્રમમાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પણ સારા ફોર્મમાં છે.  ઉપરાંત જસપ્રીત બુમરાહની વાપસી સાથે ટીમ ઈન્ડિયાનું ફાસ્ટ બોલિંગ આક્રમણ ઘણું ખતરનાક દેખાવા લાગ્યું છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પાસે આટલા સારા ખેલાડીઓ દેખાઈ રહ્યા નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ