બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / deepak chahar is ready to come back in ipl 2023 for chennai super kings

ક્રિકેટ / IPL 2023 પહેલા CSK માટે ખુશખબર, ફિટ થયો 14 કરોડનો પ્લેયર, ઓલરાઉન્ડરની ચિંતા ટળી

Premal

Last Updated: 07:09 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ફાસ્ટ બોલર Deepak Chahar લાંબા સમયથી ઈજાથી પરેશાન છે, પરંતુ હવે તેઓ ફિટ છે અને IPL 2023માં વાપસી કરવા માટે તૈયાર છે.

  • ફાસ્ટ બોલર Deepak Chahar લાંબા સમયથી ઈજાથી પરેશાન
  • દીપક ચાહર હવે ફિટ, IPL 2023માં વાપસી કરવા માટે તૈયાર
  • બે ઈજામાંથી બહાર આવવામાં ખૂબ મુશ્કેલી થઇ 

દીપક ચાહર IPL-2023માં રમવા તૈયાર 

આઈપીએલની શરૂઆત 31 માર્ચથી થઇ રહી છે અને તેની પહેલા ચાર વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સને એક સારા સમાચાર મળ્યાં છે. ટીમનો એક સારો સ્વિંગ બોલર ફિટ થઈને મેદાનમાં આવવા માટે તૈયાર છે. જેનુ નામ છે ઓલરાઉન્ડર દીપક ચાહર. ચાહર ગત આઈપીએલ-2022માં નહોતો રમી શક્યો. ગયા વર્ષે બે મોટી ઈજા સામે ઝઝૂમ્યા બાદ દીપક ચાહરે કહ્યું છે કે તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને આઈપીએલ-2023માં રમવા તૈયાર છે.

દીપક ચાહરને બે વખત થઇ ઈજા 

ત્રીસ વર્ષના ફાસ્ટ બોલરને સ્ટ્રેસ ફ્રેક્ચર અને પછી જાંઘની ત્રીજા ગ્રેડની ઈજાથી બહાર આવવામાં ખૂબ મુશ્કેલી થઇ. દીપક ચાહર ગયા વર્ષે ભારત તરફથી બાંગ્લાદેશમાં બીજી વન-ડેમાં રમ્યા હતા. જ્યાં તેઓ માત્ર ત્રણ ઓવરની બોલિંગ કરી શક્યા હતા. વર્ષ 2022માં ચાહર ભારત માટે માત્ર 15 મેચ જ રમી શક્યા હતા અને ઈજાના કારણે ટી20 વિશ્વ કપમાંથી પણ બહાર થયા હતા. પ્રારંભિક ઓવરમાં સ્પિન કરવામાં માહેર આ બોલરને ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડમાં ખરીદ્યો હતો. 

એનસીએમાં કરી રહ્યાં છે તૈયારી 

રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં વ્યાપક રિહેબિલિટેશન બાદ ચાહર આઈપીએલની તૈયારી કરી રહ્યાં છે, જ્યાં તેઓ ચેન્નઈ સુપર કિંગ્સનુ પ્રતિનિધિત્વ કરશે. ચાહરે કહ્યું, હું પોતાની ફિટનેસ પર છેલ્લાં બે-ત્રણ મહિનાથી સખત મહેનત કરી રહ્યો છુ, હું પૂરી રીતે ફિટ છુ અને આઈપીએલ માટે સારી તૈયારી કરી રહ્યો છુ. મને બે મોટી ઈજા થઇ હતી. એક સ્ટ્રેસ ફ્રેક્ચર હતુ અને બીજુ જાંઘની ત્રીજા ગ્રેડની ઈજા. બંને મોટી ઈજા છે. તમે મહિનાઓ સુધી બહાર થાઓ છો. ઈજામાંથી વાપસી કરવામાં સમય લાગે છે, ખાસ કરીને ફાસ્ટ બોલરોને. 

હું બેટર હોત તો લાંબા સમય સુધી બેટીંગ કરી હોત: ચાહર

ચાહરે કહ્યું, જો હું એક બેટર હોત તો હું લાંબા સમય સુધી રમ્યો હોત, પરંતુ એક બોલર તરીકે જ્યારે તમને સ્ટ્રેસ ફ્રેક્ચર થાય છે તો પાછુ આવવુ કપરુ સાબિત થાય છે. તમે અન્ય બોલરોને પણ પીઠ અથવા કમરની ઈજાને લઇને સંઘર્ષ કરતા જોઇ શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ