ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / death toll reaches 25 from flooding in henan china

પ્રકોપ / ચીનમાં કોરોના બાદ વધુ એક તબાહી : 12 લાખ લોકો પ્રભાવિત, 25નાં મોત, સેના તૈનાત

Published By: Shyam

Last Updated: 07:16 PM, 21 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના હેનાનમાં લગભગ 12 લાખથી પણ વધુ લોકો ફસાયા છે. સ્થાનિક અધિકારીએ જાણકારી આપી છે કે, હજારો લોકોને સુરક્ષિત બચાવી લેવાં આવ્યા છે.

ADVERTISEMENT

  • ચીનમાં રેકોર્ડ બ્રેકિંગ વરસાદ ખાબક્યો
  • લાખો લોકો પૂરમાં ફસાયા 
  • જિનપિંગે લોકોને બચાવવા તૈયાર કરી સેના 

12 લાખથી પણ વધુ લોકો ફસાયા 
ચીનના હેનાનમાં ધોધમાર  વરસાદના લીધે લગભગ 12 લાખથી પણ વધુ લોકો પૂરમાં ફસાયા છે. સ્થાનિક અધિકારીએ જાણકારી આપી છે કે, હજારો લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 7 લોકોની શોધખોળ ચાલુ છે.  ઘણી બધી જગ્યાએ બંધ તૂટવાને લીધે હેનાનની રાજધાની જેંગજૉમાં પૂર આવવાની આશંકા વધી ગઈ છે. જેંગજૉના મુખ્ય રસ્તાઓ અને ટનલ્સ સંપૂર્ણ રીતે ડૂબી ગયા છે. 

 

 

વરસાદે 60 વર્ષનો રેકોર્ડ તોડ્યો 
રિપોર્ટ્સ મુજબ જેંગજૉમાં 17 જુલાઇથી અત્યારસુધી 650 મિલિમિટર જેટલો રેકોર્ડ બ્રેકિંગ વરસાદ પડી ચૂક્યો છે. ચીની મીડિયા મુજબ છેલ્લા 60 વર્ષોથી જેંગજૉમાં આટલો ભયાનક વરસાદ નથી પડ્યો. ભારે વરસાદના કારણે 150 થી પણ વધુ ટ્રેન અને ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી છે. 

 

 

જિનપિંગે લોકોને બચાવવા રેસ્ક્યૂ સેનાને તૈયાર કરી 
વરસાદના કહેરથી લોકોને બચાવવા માટે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે 21 જુલાઇના રોજ પાણીમાં ડૂબેલા સબ-વે, હોટલ અને સાર્વજનિક જગ્યાઓ ઉપર ફસાયા લોકોના રેસ્ક્યૂ માટે સેનાને તૈયાર કરી છે. જિનપિંગે અધિકારીઓને લોકોની સુરક્ષાને સર્વપ્રથમ પ્રાથમિકતા આપવાનું કહ્યું છે અને પૂર નિવારણ અને આપત્તિ રાહતનાં પગલાં કાળજીપૂર્વક અને કડક રીતે લાગુ કરવાનું કહ્યું છે. 

 

 

મોસમ વિભાગે વરસાદ થવા પાછળના કારણો જણાવ્યા 
ચીનના મોસમ વિભાગે હેનાનમાં ભારે વરસાદ થવા પાછળ અનેક કારણો આપ્યા છે. તેમાંથી વાતાવરણીય દબાણ, વાવાઝોડા અને તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ તેના મુખ્ય કારણો છે. અહેવાલો મુજબ હેનાન જુલાઈના મધ્યમાં સબટ્રોપિકલ હાઇ પર હતો, જેના કારણે ભારે વરસાદ થયો છે. વાવાઝોડું 'યાન્હુઆ' ચીનના ફુજિયન ક્ષેત્રની નજીક આવતા, મોટા પ્રમાણમાં પાણીની વરાળ હેનાન પ્રદેશમાં પહોંચી હતી, જેના કારણે અનપેક્ષિત વરસાદ પડ્યો હતો. હેનાન મેટિઓરોલોજિકલ બ્યુરોના મુખ્ય હવામાન પ્રસારણકર્તા ઝાંગ નિંગે મીડિયાને જણાવ્યું હતું કે, 21 જુલાઇની રાત સુધી ભારે વરસાદની શક્યતા છે. 22થી 26 જુલાઈ સુધી હેનાનમાં વ્યાપક વરસાદની સંભાવના નથી.

સંકળાયેલા મુદ્દાઓ

China Rain Water flooded Xi Jinping ચીન વરસાદ China

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ