ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Damage to public fences in a public garden in Veraval

વેરાવળ / AUDIO વાયરલ: સરવાળે તો પ્રજાને જ ભોગવવાનું ને! MLAએ આપેલા બાંકડા તૂટ્યા, વેરાવળ પંથકમાં હડકંપ

Published By: Ronak

Last Updated: 03:30 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળમાં આવેલ પબ્લીક ગાર્ડનમાં પબ્લીક માટે લગાવેલા બાકડાઓ ક્ષતી ગ્રસ્ત કરી દેવામાં આવ્યા છે. જેથી આ મામલે ધારાસભ્યએ નગરસેવિકા અને તેની પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ADVERTISEMENT

  • વેરાવળમાં આવેલ પબ્લિક ગાર્ડનમાં ભારે નુકશાન 
  • પબ્લીક માટે લગાવેલા બાકડાને ક્ષતી પહોચાડવામાં આવી 
  • ધારાસભ્યએ નોંધાવી પોલીસમાં ફરિયાદ 

ગીર સોમનાથમાં આવેલ વેરાવળમાં પબ્લિક ગાર્ડનમાં ભારે નુકશાન થયું હોવાનું બનાવ સામે આવ્યો છે. અહિયા ધારાસભ્ય દ્વારા તેમની ગ્રાન્ટમાંથી બાકડાઓ લગાવામાં આવ્યા હતા. જેથી સાંજના સમયે કે પછી વહેલી સવારે લોકો આવે ત્યારે બેસી શકે. ખાસ કરીને વૃદ્ધો માટે આ બાકડાઓ ઘણાજ મહત્વના કહી શકાય. પરંતુ આ બાકડાઓને ભારે નુકશાન કરવામાં આવ્યું છે. જેના કારણે હવે મામલો ગરમાયો છે. 

ધારાસભ્યએ નોંધાવી પોલીસમાં ફરિયાદ 

સમગ્ર મામલે જ્યારે ધારાસભ્ય વિપુલ ચુડાસમાંને જાણ થઈ કે તેમની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ બાંકડાઓ જ્યારે ક્ષતીગ્રસ્ત છે.  ત્યારે તેઓ પણ રોષે ભરાયા હતા અને તેમણે આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પણ આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરી છે. 
 

લોકોએ નગરસેવિકા અને તેના પતિ સામે આક્ષેપ કર્યા 

આપને જણાવી દઈએ કે નગરસેવિકા ભારતીબેન અને તેમના પતિ કાળુભાઈએ બાંકડાઓને નુકશાન પહોચાડ્યું હોવાનું સામે આવ્યું છે. જેથી આ સમગ્ર મામલે ધારાસભ્યએ બંન્ને સામે ફરિયાદ નોંધાવી છે. કારણકે લોકો દ્વારા પણ એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે નગરસેવિકા ભારતીબેન અને તેના પતિ કાળુભાઈ દ્વારા આ નુકશાન કરવામાં આવ્યું છે. 

ઓડિયો કોલ રેકોર્ડિંગ થયું વાયરલ 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે નગરસેવિકાના પતિ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડીની સૂચનાથી તેમણે આ નુકશાન કર્યું છે. આ મામલે ધારાસભ્ય દ્વારા કોલ રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું જે કોલ રેકોરિંગમાં કાળુભાઈએ પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડીની સૂચનાથી આ કર્યુ હોવાનું નિવેદન આપ્યું છે. જેથી કોલ રેકોર્ડિંગ સાથે ધારાસભ્યએ આ મામલે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ હવે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આરંભી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gir Somnath Loss public proerty veraval ગીર સોમનાથ નુકશાન પબ્લીક પ્રોપર્ટી વેરાવળ audio viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ