બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Cyclone tej arabian sea imd gujarat rainfall alert weather update forecast
ADVERTISEMENT
IMDની આગાહી છે કે આગામી 48 કલાકની અંદર એક લો પ્રેશર ઉત્પન્ન થઈ શકે છે. નોંધનીય છે કે ઑક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધી બંગાળની ખાડી અને અરબ સાગરમાં અનેક વાવાઝોડા આવશે તેવી આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી.
A) LPA over SE & adjoining SW Arabian Sea at 0830 IST of 19th Oct. To move nearly W-NWwards and intensify into a Depression on 21st Oct. B) A LPA is likely to form over central parts of BoB by 21st mrng and to intensify further into a Depression over WC BoB around 23rd October. pic.twitter.com/rPRfE2SLjp
— India Meteorological Department (@Indiametdept) October 19, 2023
ADVERTISEMENT
આગામી 48 કલાકમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે
હાલ તો આ વાવાઝોડાનું નામ તેજ હોવાનું સામે આવી રહ્યું છે. IMDની આગાહી અનુસાર આ લો પ્રેશર 21 ઓકટોબર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. જોકે નિષ્ણાતોનું માનીએ તો હાલ આ લો પ્રેશર વાવાઝોડામાં ફેરવાશે જ તેવી સંભવાનાઓ ઓછી છે, આગામી સમયમાં જોવાનું રહે છે મોસમ પડખું ફરે છે કે નહીં.
ADVERTISEMENT
જોકે હાલ તો ભારતના હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને પળેપળ નજર રાખવામાં આવી રહી છે. ઓકટોબરથી ડિસેમ્બર મહિના સુધીનો સમય વાવાઝોડા માટે અત્યંત અનુકૂળ સમય છે. જો તેજ વાવાઝોડું ઊભું થાય તો 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
બિપોરજોય જેવા હાલ ન થાય તેવી પ્રાર્થના
મુંબઈ, ગોવા, પૂણે સહિત દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂન મહિનામાં ગુજરાત રાજ્ય પર બિપોરજોય નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડાની ઝડપ શરૂઆતમાં તો ઓછી હતી પરંતુ દરિયા કિનારે ટકરાયું ત્યારે અત્યંત વિકરાળ રૂપમાં જોવા મળ્યું હતું. તેજ વાવાઝોડાનો વિસ્તાર સમુદ્ર તળ પર 3.1 કિમી સુધી ફેલાયેલો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.