બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biporjoy is becoming more aggressive and approaching Gujarat

સાચવજો! / વાવાઝોડું બન્યું વધુ આક્રમક: દરિયો થયો ગાંડોતૂર, 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર, અતિભારે વરસાદની પણ આગાહી

Malay

Last Updated: 10:27 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone: બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બનીને ગુજરાતની નજીક આવી રહ્યું છે. ત્યારે વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

  • ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો
  • દરિયામાં વાવાઝોડું વધી રહ્યું છે આગળ
  • જખૌ નજીક ટકરાઈ શકે છે બિપોરજોય વાવાઝોડું
  • વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર સજ્જ

અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બન્યું છે. વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાત માટે આગામી 36 કલાક મહત્વના છે. વાવાઝોડાને લઈને ગુજરાતના બે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તો રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી, જામનગર અને પોરબંદર આ 3 જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Image

આવતીકાલે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ
આગામી 15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. તો 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ 
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા શક્તિશાળી વાવાઝોડાએ હજુ પોતાની દિશા બદલી નથી. હજુ ગુજરાત તરફ જ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. જેથી ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. 

આજની કેબિનેટની બેઠક રદ
ગુજરાત સરકારની દર બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાય છે. જેમાં કેટલાક વિષયો પર ચર્ચા કર્યા બાદ મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને પગલે આજની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને સોંપેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની દરિયાકાંઠાના જિલ્લાઓના જિલ્લા કલેક્ટર સાથે બઠક ચાલી રહી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડાઓ અને મ્યુનિસિપલ કમિશનરો જોડાયા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ