મોરબી જિલ્લામાં ભારે પવનના કારણે વાંકાનેરમાં આવેલ સીરામીકના કારખાનાના પતરા ઉડ્યા છે તેમજ દ્વારકા પાસે અલખ હોટેલનો શેડ ઉડ્યો છે.
બિપોરજોય વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં અસર વર્તાઈ
દ્વારકા પાસે અલખ હોટેલનો શેડ ઉડ્યો
મોરબીમાં ભારે પવનના કારણે કારખાનાના પતરા ઉડ્યા
બિપોરજોય વાવાઝોડું આજે મોડી રાત્રે કચ્છના તટીય વિસ્તારમાં લેન્ડફોલ કરશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આ ભયાનક ચક્રવાતને લઈ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અસર વર્તાઈ રહી છે. આ ચક્રવાતી તોફાનના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂકાયો છે તો ક્યાંક વરસાદ વરસ્યો છે.
અલખ હોટેલનો શેડ ઉડ્યો
દ્વારકા પાસે અલખ હોટેલનો શેડ ઉડ્યો છે. ભારે તેજ પવનના કારણે લાકડાના શેડ વાળી હોટેલનું કચ્ચરઘાણ વળી ગયું છે. તેજ પવનમાં અલખ ધાબા હોટેલનો શેડ તૂટતા ભારે નુકસાન થયું છે. બિપરજોય વાવાજોડાએ કહેર વર્તાવાનું શરુ થઈ ગયો છે. તેમજ પવનની ઝડપથી વીજપોલ અને વૃક્ષ નમી પડ્યા છે. વરસાદની સાથે તેજ પવન પણ ફૂંકાઈ રહ્યા છે.
મોરબીના કારખાનાના પતરા ઉડ્યા
મોરબી જિલ્લામાં ભારે પવનના કારણે કારખાનામાં ભારે નુકસાન થયું છે. વાંકાનેરમાં આવેલ સીરામીકના કારખાનામાં પતરા ઉડ્યા છે. કારખાનાના પતરા ઉડવાથી તૈયાર કાચા અને પાકા માલને ભારે નુકસાન થયું છે. પતરા તુટતા કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
પોરબંદરના દરિયામાં વાવઝોડાની અસર વર્તાઈ
પોરબંદરના દરિયામાં વાવઝોડાની ભારે અસર વર્તાઈ રહી છે. વાવઝોડાને પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો જેની ગતિ 60થી 70 કિ.મી પ્રતિ કલાકની છે. ભારે પવનના કારણે દરિયામાં 30 ફૂટ ઉચ્ચા મોજા ઉછળી રહ્યા છે.
ગીર સોમનાથમાં ભારે વરસાદ
ગીર સોમનાથના દરિયા કિનારા પર તેજ પવન સાથે વરસાદી ઝાપટાં વરસ્યા છે. ભારે પવન સાથે વરસાદથી દરિયાકાંઠે વસનારા લોકો ચિંતિત બન્યા છે તેમજ દરિયો ભારે કરંટ જોવા મળ્યો છે.
હર્ષદના દરિયાનામાં કરંટ
દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસરમાં વધારો થયો છે. હર્ષદના દરિયાકિનારાના આસપાસના વિસ્તારમાં અસર જોવા મળી છે. હર્ષદના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આ સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. જેને લઈ દરિયાકિનારે પાણીનું સ્તર વધ્યું છે. દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો છે. દ્વારકામાં ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી થયા છે. તો બોટોને પણ ઘણું નુકસાન થયું છે. ઓખા જેટીએ બોટ ઉંધી વળતા હોવાના દ્રશ્યો આવ્યા સામે છે. જેટી નજીક લાંગરેલી બોટને ઉંધી વાળી દીધી છે. વાવજોડાની ઓખા દરિયાના વિસ્તારોમાં અસરો શરૂ થઈ ગઈ છે. દરિયો તોફાની બનતા અનેક બોટોને નુકસાન થયું છે.
ઓખાથી જેટી તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા
દ્વારકામાં બિપરજોય વાવાઝોડાના કારણે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઓખાથી જેટી તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. દરિયાના પાણી કિનારા પર પહોંચતા કોસ્ટલ ગાર્ડની ઓફિસની દીવાલ તૂટી છે. ઓખા દરિયા કિનારે પવનની ગતિમાં વધારો થયો છે. જેટી તરફના રસ્તાઓ પર વીજપોલ ધરાશાયી થયા છે. દરિયાના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે.
દ્વારકામાં કહેર વર્તાવાનું શરૂ કર્યું
વાવાજોડાએ દ્વારકામાં કહેર વર્તાવાનું શરૂ કર્યું છે. દ્વારકામા હાથી ગેઇટ પાસે રસ્તાઓ પર હોર્ડિંગ્સ ઉડતા LCBના જવાનોએ હોર્ડિંગ્સને હટાવ્યા છે. વાવાજોડા કહેર વચ્ચે ખાખી પણ પોતાની ફરજ અડીખમ નિભાવતી નજરે પડી રહી છે. દ્વારકા LCBના પોલીસ કર્મચારીઓએ હાઇવે પર પડેલ હોર્ડિંગ્સને ઉપાડી સાઈડમાં મૂકી રસ્તો ખુલ્લો કર્યો.