ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતની પુરૂષ હૉકી ટીમની જીત થઇ છે. ત્યારે ભારતીય હૉકી ટીમના સ્ટાર ખેલાડી હરમનપ્રીત સિંહે હેટ્રિક ગોલ કર્યો હતો. ટોક્યો ઓલમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતે પહેલા ક્વોર્ટરમાં ત્રણ, બીજામાં બે, ત્રીજામાં ચાર અને છેલ્લા ક્વાર્ટરમાં 2 ગોલ કર્યા. પોતાની 150મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા હરમનપ્રીત સિંહે ત્રણ, જુગરાજ સિંહે 2 ગોલ કર્યા જ્યારે અભિષેક, મનદીપ સિંહ, નીલાકાંતા શર્મા, શમશેર સિંહ, વરુણ કુમાર અને આકાશદીપ સિંહે એક એક ગોલ કર્યો. ભારતીય ટીમ હવે સોમવારે ઇંગ્લેન્ડ સામે રમશે.
Another successful training session 💪
— SAI Media (@Media_SAI) July 31, 2022
FULL TIME: Indian Men's #Hockey team beat Ghana with utter dominance in their opening group match
Final score: 1️⃣1️⃣- 0️⃣
Great job team! 💪💪💪#Cheer4India#India4CWG2022 pic.twitter.com/Es6GQQzAku
ADVERTISEMENT
ભારતીય મહિલા હૉકી ટીમ પણ મેડલ રેસમાં
ભારતીય મહિલા હૉકી ટીમે કૉમનવેલ્થ ગેમ્સમાં પુલ-એમાં વેલ્સને 3-1થી હરાવીને સતત બીજી જીત દાખલ કરી. ભારતીય ટીમે પોતાનાથી નિચલા રેન્કિંગના ઘાણા ટીમને 5-0થી હરાવીને અભિયાન શરૂ કર્યું હતું. વેલ્સ વિરૂદ્ધ મુકાબલા પહેલા જ નવજોત કૌરે કોવિડ-19 પોઝિટિવ આવતા ટીમને મોટો ઝટકો લાગ્યો.
ADVERTISEMENT
સવિતા પૂનિયાની આગેવાનીવાળી ટીમ માટે વંદના કટારિયાએ 26મી અને 48મી મિનિટમાં 2 ગોલ કર્યા. ગુરજીત કૌરે 28મી મિનિટમાં એક ગોલ કર્યો. વેલ્સ માટે જેના હ્યૂજેસે 45 મિનિટમાં ગોલ કર્યો પોતાની ટીમના હારના અંતરને ઓછું કર્યું. ગુરજીતે આ પહેલા ઘાના વિરૂદ્ધ પણ 2 ગોલ કર્યા હતા. હવે ભારતીય ટીમની સામે 2 ઓગસ્ટે ઇંગ્લેન્ડથી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Womens T20 World Cup / ICCએ જાહેર કર્યું U19 મહિલા T20 વર્લ્ડકપ 2027નું શેડ્યૂલ, આ તારીખે ભારતની પ્રથમ મેચ