બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Cuddling Couple Steals The Show At AUS vs PAK 2nd Test, Hilarious Video Goes Viral

મેચ કે મજા / VIDEO : મેચ જોવા આવેલા કપલે સ્ટેડિયમમાં રોમાન્સ ચાલુ કરી દેતા ખેલાડીઓ શરમાયા, વીડિયો વાયરલ

Published By: Hiralal

Last Updated: 04:56 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન ટેસ્ટ જોવા આવેલા એક કપલે સ્ટેડિયમમાં જ રોમાન્સ ચાલુ કરી દેતા દર્શકો અને ખેલાડીઓ શરમાઈ ગયાં હતા.

  • ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન ટેસ્ટ વખતે મેલબર્નના સ્ટેડિયમાં કપલે કર્યો રોમાન્સ 
  • છોકરી છોકરાના ખોળામાં સુતેલી જોવા મળી
  • અચાનક કેમેરો સામો આવતાં બન્ને થઈ ગયા એલર્ટ 

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ટેસ્ટ ચાલી રહી છે. મેલબોર્નમાં ટેસ્ટ જોવા આવેલા એક કપલે ચાલુ મેચમાં જ સ્ટેડિયમમાં રોમાન્સ શરુ કરી દીધો હતો. આમ તો કપલ મેચ જોવા આવ્યું હતું પરંતુ તક મળતાં જ તેમનો છુપો ઈરાદો બહાર આવી ગયો હતો. સ્ટેડિયમમાં કપલની હરકતો જોઈને ખેલાડીઓ અને દર્શકો પણ શરમાઈ ગયાં હતા. લાઈવ મેચમાં રોમાન્સ કરતા કપલની તસવીર કેમેરામાં કેદ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે.

સ્ટેડિયમની ખુરશી પર રોમાન્સ 
જ્યારે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે એક કપલ કેમેરામાં રોમાન્સ કરતું જોવા મળ્યું હતું. છોકરી સ્ટેડિયમમાં બેઠેલા છોકરાના ખોળામાં સૂતી હતી, ત્યારે કેમેરામેને તેમની પર ફોકસ કરતાં બન્ને એલર્ટ થઈને ડાહ્યા ડમરા થઈને બેસી ગયાં હતા અને બન્ને કપડાંથી ચહેરો છુપાવતો જોવા મળ્યાં હતા. આ પછી તેમને ખબર પડી કે હવે રોમાન્સનો મેળ પડે તેવો નથી તેથી બન્ને ચાલ્યાં ગયા હતા. 

ઓસ્ટ્રેલિયાને 241 રનની લીડ 
મેલબોર્ન ટેસ્ટ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમને બીજી ઈનિંગમાં અત્યાર સુધી 241 રનની લીડ મળી છે. મિચેલ માર્શ સદી ચૂકી ગયો હતો અને 96 રન બનાવીને આઉટ થયો હતો. માર્શ ઉપરાંત સ્ટીવ સ્મિથે 50 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા (00), ડેવિડ વોર્નર (06), માર્નસ લાબુસ્ચાગ્ને (04) અને ટ્રેવિસ હેડ (00)એ નિરાશ કર્યા હતા. એલેક્સ કેરી 16 રન બનાવીને ક્રિઝ પર છે. શાહીન આફ્રિદી અને મીર હમઝાને પાકિસ્તાન માટે ત્રણ સફળતા મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

AUS vs PAK Test AUS vs PAK Test video AUS vs PAK test match viral video મેચ કપલ રોમાન્સ વીડિયો AUS vs PAK Test

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ