બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / crude oil price get down it will be beneficial to India

આશા / ભારત માટે સારા સમાચાર : પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થવાના સંકેત

Khyati

Last Updated: 01:35 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસોને કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા, ભારતીયોને થશે રાહતની લાગણી

  • ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
  • પ્રતિ બેરલ 105 ડોલરથી નીચે નોંધાયા ભાવ
  • ભારત માટે રાહતના સમાચાર 

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા હતા.  પરિણામે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે રફતાર પકડી છે. જો કે યુદ્ધની સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેને પરિણામે ક્રૂ઼ડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 105 ડોલરથી નીચે નોંધાયા છે.

ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા 

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવો એ ભારત માટે રાહતના સમાચાર છે. કાચા તેલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને કારણે ક્રૂડ પ્રતિ બેરલ 105 ડોલરની નીચે પહોંચી ગયું છે. દેખીતી રીતે, ભારત માટે રાહતના સમાચાર છે કારણ કે ભારત કાચા તેલના 80 ટકા વપરાશ માટે આયાત પર નિર્ભર છે.

રશિયાના તેલનો કોઇ વિકલ્પ નહિ

રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીત અને યુદ્ધવિરામની આશાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. સાથે જ આ વાતને લઇને વિશ્વાસ પણ વધ્યો છે કે રશિયાના તેલનો કોઇ વિકલ્પ નથી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યુરોપ રશિયા પાસેથી કાચુ તેલ ખરીદવાનું બંધ ન કરી શકે. યુદ્ધ ચાલુ રહેશે તો પણ રશિયામાંથી તેલની સપ્લાયમાં કોઇ બાધા નહી આવે. આથી કાચા તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો. મહત્વનું છેકે યુરોપ 40 ટકા તેલ અને ગેસ માટે રશિયા પર નિર્ભર છે.

કાચા તેલની ખરીદી પર ભારતને મળશે ડિસ્કાઉન્ટ

રશિયાએ ભારતને સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ વેચવાની ઓફર કરી છે. રશિયાએ વર્તમાન આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો સામે પ્રતિ બેરલ $35ના ડિસ્કાઉન્ટ પર ભારતને ક્રૂડ ઓઈલ વેચવાની ઓફર કરી છે. મોદી સરકાર રશિયાની આ ઓફર પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.  જો ભારત સરકાર ડિસ્કાઉન્ટ પ્રાઉસ પર કાચા તેલની ખરીદી કરશે તો  ભારતના ગ્રાહકોને ફાયદો થશે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ કાબૂમા રહેશે .


કિંમત વધીને $140 થઈ હતી 

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમત 140 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. અમેરિકાએ રશિયામાંથી આયાત પર પ્રતિબંધ મૂક્યો અને યુરોપે પણ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું હોવાના સમાચારને કારણે કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો અને તે 14 વર્ષની ટોચે પહોંચી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ