ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / crowds thrown beer corks on indian player kl rahul

શરમજનક / INDvENG: અંગ્રેજોની ફરી એક વખત શરમજનક હરકત, મેદાન પર આ ભારતીય ક્રિકેટર પર ફૅંક્યા બિયરના કૅન

Published By: Shyam

Last Updated: 07:26 PM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ind vs eng 2th testમાં કે. એલ રાહુલે શાનદાર સદી ફટકારી ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી જ્યારે બીજી ઈનિંગમાં રાહુલ સાથે પ્રેક્ષકોનું ખરાબ વર્તન, બિયર ટીનનો કરાયો થ્રો

ADVERTISEMENT

  • ind vs eng 2nd test મેચમાં કે.એલ રાહુલ સાથે ગેરવર્તન
  • મેચના ત્રીજા દિવસે બની શરમજનક ઘટના
  • વિદેશી પ્રેક્ષકોએ કે.એલ રાહુલ પર ફેંકી બિયર ટીન

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. લંડનમાં લૉર્ડ્સને હોમ ઓફ ક્રિકેટ કહેવામાં આવે છે. અને ક્રિકેટના સભ્ય લોકોની રમત માનવામાં આવે છે. પરંતુ ક્રિકેટ માટે જાણીતા આ મેદાન પર ભારતીય ખેલાડી સાથે ખરાબ વર્તન થયું છે. ઈંગ્લેન્ડ સાથે બીજી ટેસ્ટ દરમિયાન ભારતીય ખેલાડી કે.એલ રાહુલ પર પ્રેક્ષકોએ બિયરની કેન ફેંકી હતી. જોવામાં આવે તો એક રીતે ઈજા પહોંચાડવાની કોશિશ હતી. આ તમામ ગેરવર્તન 68મી ઓવર પછી થયું હતું. કે.એલ રાહુલ થર્ડમેન પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વિદેશી નાગરિકોએ રાહુલ સાથે ગેરવર્તન કરીને ટીનની ખાલી બોટલ ફેંકી હતી.

જો કે, ભારતીય ખેલાડીઓએ બોટલને બહાર કરી દીધી હતી. અને કેપ્ટન વિરાટ કોહલીને પણ અવગત કર્યો હતો. જો કે, ટીવીના પણ કેટલાક ફૂટેજમાં ટીનની કેન જોવા મળી રહી છે. જ્યાં રાહુલની આસપાસ વિદેશી નાગરિકોએ ફેંકેલી બિયરની ટીન જોવા મળે છે. મહત્વનું છે કે, ઇંગ્લેન્ડના લોર્ડ્સને ક્રિકેટનું મક્કા માનવામાં આવે છે. લોર્ડસ ખાતે ભારત અને ઇંગલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. બીજી મેચમાં પ્રથમ ઇનિંગમાં કે એલ રાહુલે શાનદાર સદી ફટકારી ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket KL Rahul ind vs eng 2nd test ind vs eng 2nd test 3rd day match કે.એલ રાહુલ ક્રિકેટ ભારત ભારત-ઈંગ્લેન્ડ ind vs eng 2nd test 3rd day

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ