બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સોશિયલ મીડિયા પર છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ ન કરતા! યુવકને લાગ્યો 1600000 રૂપિયાનો ચૂનો

છેતરપિંડી / સોશિયલ મીડિયા પર છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ ન કરતા! યુવકને લાગ્યો 1600000 રૂપિયાનો ચૂનો

Maulik Patel

Last Updated: 07:54 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરીદાબાદમાં એક કિસ્સો સામે આવ્યો છે. તેમાં એક મહિલા દ્વારા એક વ્યક્તિ સાથે મિત્રતા કરીને 16 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. આ મહિલાએ પોતાની ઓળખ આઈટી પ્રોફેશનલ તરીકે આપી હતી.

હરિયાણાના ફરીદાબાદમાં સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ સાથે મિત્રતા કરી અને તેની સાથે 16.35 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ મહિલાએ તે વ્યક્તિને શેરબજારમાં રોકાણના નામે નફાની લાલચ આપી હતી અને પૈસાની છેતરપિંડી કરી હતી. ફરીદાબાદ સાયબર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 6 આરોપીઓની ધરપકડ કરી.

cyber-fraud

શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પીડિત ફરીદાબાદના સેક્ટર 55નો રહેવાસી છે. તેણે સાયબર પોલીસ સ્ટેશન, એનઆઈટીમાં ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પેહલા જ આ વ્યક્તિની તે મહિલા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ હતી. મહિલાએ પોતાની મુંબઈની એક આઇટી કંપનીમાં કામ કરતી હોવાની ઓળખ આપી હતી. આ સાથે ધીરે ધીરે બંને નિયમિત રીતે વાતો કરવા લાગ્યા હતા. પછી આ મહિલાએ તે વ્યક્તિને શેરબજારમાં રોકાણ કરવા કહ્યું હતું અને તેને એક મોબાઈલ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું હતું.

શરૂઆતમાં તે વ્યક્તિએ થોડા પૈસા આ એપમાં રોક્યા તેથી તેને ભરોસો થવા લાગ્યો. પછી જ્યારે આ વ્યક્તિ એ પૈસા ઉપડવાંનું ચાલુ કર્યું ત્યારે તે મહિલા દ્વારા તેને કહેવાંમાં આવ્યું કે પ્રોફિટ ચાર્જ, ક્રેડિટ સ્કોર અને એકાઉન્ટ ફ્રીઝ થવાનું જોખમ છે. વારંવાર આ વ્યક્તિ દ્વારા પૈસા રોકવામાં આવતા હતા અને આ રીતે તેની પાસેથી કુલ 16,35,886 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

Vtv App Promotion

કુલ 6 આરોપીઓની ધરપકડ

પોલીસમાં ફરિયાદ પછી, પોલીસ દ્વારા FIR નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. સાયબર પોલીસે 6 આરોપીઓ સાહિલ ખાન, લક્ષ્મણ, રાજેશ ઓઝા, રાહુલ, સૂર્ય પ્રકાશ મારુ અને હસન ખાનની ધરપકડ કરી હતી. વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તેમાંના કેટલાક આરોપીઓએ તેમના બેંક ખાતા છેતરપિંડી કરવા માટે ખોલાવ્યા હતા.

વધુ વાંચો : વેવાણ સાથે પ્રેમ થઈ જતાં વેવાઈએ કર્યું એવું કે, તમારી આંખો પહોંળી થઈ જશે

સાયબર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા મુજબ, ગેંગનું નેટવર્ક મોટું હોઈ શકે છે અને બીજા ઘણા લોકોને પણ આ જ રીતે ફસાવવામાં આવ્યા હોઈ શકે છે. તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને ડિજિટલ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

social media fraud crime cyber fraud
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ