બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / Video: આને કહેવાય ગજબ શૉટ પર અજબ કેચ! આવું પ્રથમ વાર થયું IPLના 18 વર્ષોમાં
Last Updated: 08:21 AM, 10 April 2025
IPL 2025 ગઇકાલે 9 એપ્રિલના રોજ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં દર્શકોને મજા પડી જાય તેવું અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. કાલે ક્રિકેટણઆ ગ્રાઉન્ડ પર જે જોવા મળ્યું એ ક્રિકેટ પ્રેમીઓ માટે બ્લોકબસ્ટર એક્શન થ્રિલર ફિલ્મના દ્રશ્યથી ઓછું નહોતું. એ શૉટ એ કેચ બંને અદભૂત હતા. એ મોમેન્ટ જ એવી હતી કે વારંવાર જોવાનું મન થાય. IPLના 17-18 વર્ષના ઇતિહાસમાં ઘણા કેચ લેવામાં આવ્યા હશે પરંતુ આ જોઈને એવું લાગે કે જાણે આવું પહેલીવાર બન્યું છે. અમદાવાદના મેદાન પર ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સ દરમિયાન આ અદ્ભુત નજારો જોવા મળ્યો. રાશિદ ખાને પહેલા એક અદ્ભુત શોટ રમ્યો તે જ સમયે યશસ્વી જયસ્વાલે પણ એવો કેચ પકડ્યો કે જોનાર જોતો જ રહી જાય.
ADVERTISEMENT
No-look shot from Rashid but Jaiswal saw that coming 🦅
— IndianPremierLeague (@IPL) April 9, 2025
🎥 Yashasvi Jaiswal pulls off a blinder to cut short Rashid Khan's cameo 🩷
Updates ▶ https://t.co/raxxjzY9g7#TATAIPL | #GTvRR | @ybj_19 pic.twitter.com/VwRusWXkX0
અદ્ભુત શોટ પર અદ્ભુત કેચ
ADVERTISEMENT
અમદાવાદના મેદાન પર ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની 19મી ઓવરમાં એક અદ્ભુત શોટ પર એક અદ્ભુત કેચનો નજારો જોવા મળ્યો. રાજસ્થાનના બોલર તુષાર દેશપાંડેની ઓવરના છેલ્લા બોલ પર રાશિદ ખાને 'નો લુક શોટ' રમ્યો. મતલબ કે તેણે બોલ તરફ જોયા વિના પણ શોટ માર્યો. શોટને પણ સાચી દિશા પણ મળી. અને રાશિદના બેટથી હિટ થાય બાદ બોલ હવામાં હતો અને તે નીછે એ આવે ત્યારે સ્ક્વેર લેગ પર ઉભેલા યશસ્વી જયસ્વાલ ઝડપથી જમણી બાજુ દોડી જઈને ફુલ લેન્થ ડાઇવ લઈને તેને પકડી લીધો.
300 ના સ્ટ્રાઇક રેટવાળી ઇનિંગ્સ પર લાગી બ્રેક
ADVERTISEMENT
રાશિદનો શોટ તો ગજબ હતો જ પણ સામે જયસ્વાલનો કેચ તેનાથી પણ વધુ આશ્ચર્યજનક હતો. આ હેરતઅંગેઝ કેચથી રાશિદ ખાનની ૩૦૦ સ્ટ્રાઇક રેટની ઇનિંગ્સ પર રોક લાગી. તુષાર દેશપાંડેના હાથે આઉટ થનાર રાશિદ ખાને મેચમાં 4 બોલનો સામનો કરીને 12 રન બનાવ્યા જેમાં 1 six અને 1 four સામેલ હતો.
આ પણ વાંચો: IPL 2025માં મોહમ્મદ સિરાજનો કમાલનો રેકોર્ડ, વિકેટ લેવાના મામલે બન્યો ટોપ બોલર
ADVERTISEMENT
18 વર્ષમાં પહેલી વાર આવું બન્યું !
રાશિદના અદ્ભુત કેચ પર જયસ્વાલના અદ્ભુત કેચનો આ વીડિયો વાયરલ થયો છે. એવું નથી કે IPLમાં આવા કેચ પહેલા લેવામાં આવ્યા નથી. પરંતુ એવું લાગે છે કે આટલો ચોંકાવનારો કેચ 'નો લુક શોટ' પર લેવામાં આવ્યો છે. IPLના 17-18 વર્ષના ઇતિહાસમાં એટલે કે 2008 થી 2025 સુધી આ પહેલી વાર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.