બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:26 PM, 9 April 2025
મહેન્દ્ર સિંહ ધોની માટે મંગળવારનો દિવસ ખૂબ જ સારો રહ્યો. ભલે ચેન્નાઈ સુપર કિંગ્સ પંજાબ કિંગ્સ સામે જીતી શક્યું ન હતું પરંતુ આ મેચ દરમિયાન એમએસ ધોનીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઇતિહાસમાં 150 કેચ લેનાર પ્રથમ વિકેટકીપર બન્યો છે. અને આ સાથે જ તેણે દિનેશ કાર્તિકનો રેકોર્ડ તોડી દીધો છે.
ADVERTISEMENT
150 કેચ સાથે જ બનાવ્યો રેકોર્ડ
પંજાબ કિંગ્સ સામે રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં એમએસ ધોનીએ નેહલ વાઢેરાનો કેચ પકડતા જ આઈપીએલમાં તેના કેચનો આંકડો 150 થઈ ગયો. આઈપીએલમાં આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ વિકેટકીપર છે. આ યાદીમાં બીજું નામ દિનેશ કાર્તિકનું છે, જેણે IPLમાં અત્યાર સુધી 137 કેચ પકડ્યા છે. આ યાદીમાં રિદ્ધિમાન સાહા ત્રીજા સ્થાને છે જેમણે 87 કેચ કર્યા પછી નિવૃત્તિ લઈ લીધી છે. ચોથું નામ ઋષભ પંતનું છે જેણે 76 કેચ લીધા છે અને ક્વિન્ટન ડીકોકે અત્યાર સુધીમાં 66 કેચ લીધા છે.
ADVERTISEMENT
MS Dhoni becomes the first player in IPL history to complete 150 catches. 🐐 pic.twitter.com/Kr8TYcLJ5A
— Johns. (@CricCrazyJohns) May 5, 2024
વિકેટકીપર તરીકે સૌથી વધુ કેચ લેનાર પ્લેયર
ADVERTISEMENT
વધુ વાંચો: આજે અમદાવાદમાં GT અને RR વચ્ચે કાંટે કી ટક્કર, જાણો પિચ રિપોર્ટ અને હેડ ટુ હેડ રેકોર્ડ
ADVERTISEMENT
ધોનીની શાનદાર ઈનિંગ્સ છતાં ચેન્નાઈ મેચ હાર્યું
પંજાબ કિંગ્સ સામે એમએસ ધોની માટે મેચ ખૂબ જ સારી રહી. ઘણી ચર્ચાઓ પછી ધોનીને પ્રમોટ કરીને પાંચમા ક્રમે બેટિંગ આપવામાં આવી અને તેણે 12 બોલમાં 27 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ ઇનિંગ દરમિયાન તેણે 1 ફોર અને 3 સિક્સર ફટકારી. તેનો સ્ટ્રાઇક રેટ 225 હતો. જોકે તે પાછળથી આઉટ થઈ ગયો અને ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ જીતી શક્યું નહીં. એમએસ ધોની અત્યાર સુધી 7, 8 કે 9 નંબર પર બેટિંગ કરતો હતો પરંતુ આ વખતે તે 5મા નંબર પર આવ્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.