બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / COVID world updates covid worsens in Columbia

WORLD / કોલંબિયામાં ઓગસ્ટ બાદ એક દિવસમાં સૌથી વધુ કેસઃ જો બાયડનનો કોરોના રિપોર્ટ આવી ગયો

Published By: Shalin

Last Updated: 05:52 PM, 18 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા ૭.૫૨ કરોડથી વધુ થઇ ગઇ છે. ૫,૨૮,૦૦,૦૦૦થી વધુ લોકો રિકવર થઇ ચુક્યા છે. અત્યાર સુધી ૧૬,૬૭,૦૦૦થી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે.

અમેરિકા અને જર્મની બાદ કોલંબિયામાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. તેનું કારણ રજાઓ દરમિયાન લોકોએ પ્રતિબંધોને નજરઅંદાજ કર્યા તે છે. ગુરુવારે અહીં ૧૨,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે.

કોલંબિયામાં અત્યાર સુધી કુલ ૧૪,૬૮,૭૯૫ કેસ

કોલંબિયામાં ગુરુવારે કુલ ૧૨,૧૯૬ કેસ સામે આવ્યા છે. આ પહેલાં ઓગસ્ટ મહિનામાં ૧૩,૦૫૫ કેસ સામે આવ્યા હતા. અહીં અત્યાર સુધી કુલ ૧૪,૬૮,૭૯૫ કેસ સામે આવી ચુક્યા છે. આ દરમિયાન ૩૯,૭૮૭ લોકો મૃત્યુ પામ્યા છે. રાષ્ટ્રપતિ ઇવાન ડુકેએ ગુરુવારે હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. ત્યારબાદ જારી નિવેદનમાં લોકોને ચેતવણી આપી હતી અને કહ્યું કે ફેસ્ટિવલ સિઝનમાં સંયમ રાખવો કેમકે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે.

પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાયડનનો ટેસ્ટ ગઇકાલે નેગેટિવ આવ્યો

અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાયડનનો ટેસ્ટ ગઇકાલે નેગેટિવ આવ્યો છે. તેમના વ્હાઇટ હાઉસ એડ્વાઇઝર સેડ્રિક રિચમંડ ગઇકાલે પોઝિટિવ મળી આવ્યા હતા. તેઓ ઘણા દિવસથી બિડેનના સતત સંપર્કમાં હતા. બિડેનની પ્રવક્તાએ કહ્યું કે પ્રેસિડન્ટ ઇલેક્ટનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો. તેમનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમના એડ્વાઇઝર મિસ્ટર રિચમંડ પોઝિટિવ આવ્યા છે. જો બાયડન આવતા અઠવાડિયે જાહેરમાં વેક્સિન લેશે. 

સાઉદીમાં અત્યાર સુધી ૩,૬૦,૫૧૬ દર્દીઓ કોરોનાગ્રસ્ત 

સાઉદી અરબે ગઇ કાલે પોતાના ત્યાં વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ કરી દીધું છે. પહેલી વેક્સિન દેશના હેલ્થ મિનિસ્ટર ડો. તૌફિક અલ રબિહને લગાવાશે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી હતી. દેશમાં અત્યાર સુધી ૩,૬૦,૫૧૬ દર્દીઓ મળી ચુક્યા છે. તેમાં ૬,૦૯૧ જીવ ગુમાવી ચુક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Saudi Arabia covid 19 joe biden કોરોના વાયરસ જો બાયડન સાઉદી અરેબિયા World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ