ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Covid 19 Patients Get At Least One Long Covid Symptom Says In Study

Study / કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓમાં જોવા મળી રહ્યાં છે આ લક્ષણ, સ્ટડીમાં સામે આવી હકીકત

Published By: Noor

Last Updated: 09:58 AM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ લગભગ 37 ટકા દર્દીઓમાં 6 મહિનાની અવધિમાં એક લક્ષણ લાંબા સમય સુધી જોવા મળ્યો છે. ચાલો જાણીએ.

ADVERTISEMENT

  • કોરોનાથી ઠીક થયા બાદ દર્દીઓમાં જોવા મળી રહ્યાં છે આ લક્ષણ
  • સ્ટડીમાં સામે આવી હકીકત
  • બિટ્રેનની એક રિપોર્ટમાં કરાયો દાવો

તમને જણાવી દઈએ કે, બ્રિટેનની સ્ટડી રિપોર્ટમાં બુધવારે દાવો કરવામાં આવ્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ (NIHR) ઓક્સફોર્ડ હેલ્થ બાયોમેડિકલ સેન્ટર (BRC)એ કોરોનાના લક્ષણો પર કોવિડ -19થી સાજા થયેલા 2,70,000થી વધુ લોકો પર અભ્યાસ કર્યો. યુએસ ટ્રાઇનેટએક્સ ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ નેટવર્કના ડેટાએ નવા તારણો જાહેર કર્યા છે.

આ અભ્યાસમાં સામે આવ્યું છે કે પુરુષો અને સ્ત્રીઓને સૌથી વધુ શ્વાસની સમસ્યાઓ થઈ હતી. આની સાથે પેટની સમસ્યાઓ, થાક, દુખાવો અને બેચેની અથવા ડિપ્રેશન સામેલ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ડો મેક્સના જણાવ્યા મુજબ, પરિણામોથી એ પુષ્ટિ થાય છે કે તમામ ઉંમરના લોકોનો મોટો ભાગ કોરોના વાયરસના સંક્રમણ પછી 6 મહિના સુધી ઘણાં લક્ષણો અને સમસ્યાઓથી પીડાય શકે છે.

સંક્રમણની ગંભીરતા, ઉંમર અને દર્દીપુરુષ કે મહિલા હોવાથી કોવિડના લાંબા ગાળાના લક્ષણોની સંભાવનાને અસર કરે છે. આ લક્ષણો એવા લોકોમાં વધુ જોવા મળે છે જેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તે સ્ત્રીઓમાં આંશિક રીતે વધારે હતા. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના મનોચિકિત્સા વિભાગના અભ્યાસનું નેતૃત્વ કરનાર પ્રોફેસર પોલ હેરિસનના જણાવ્યા મુજબ, હવે વિવિધ સ્ટડીથી એ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિ ઝડપથી અને સંપૂર્ણ રીતે કોવિડમાંથી ઠીક કેમ નથી થઈ રહ્યાં.

સંકળાયેલા મુદ્દાઓ

Covid 19 Patients study symptom study

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ