બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / Court to reject Salman Khan's bail if next hearing not attended

કાળિયાર કેસ / કોર્ટે સલમાન ખાનને ઉપસ્થિત રહેવા આપ્યો આદેશ, માર્ચમાં થશે આગામી સુનાવણી

Noor

Last Updated: 05:59 PM, 20 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહુચર્ચિત કાળિયાર કેસમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને 7 માર્ચના રોજ જિલ્લા અને સેશન કોર્ટ જોધપુર જિલ્લામાં ઉપસ્થિત થવાના આદેશ અપાયા છે. કાળિયાર કેસમાં આરોપી સલમાન ખાન અને રાજ્ય સરકાર તરફથી દાખલ કરાયેલી અપીલ પર જિલ્લા અને સેશન કોર્ટ જોધપુર જિલ્લામાં સુનાવણી થઇ હતી. ત્યાં સલમાન તરફથી રજૂ કરાયેલી સ્થાયી હાજરી માફી પર પણ સુનાવણી થવાની હતી, પરંતુ એડ્વોકેટ વિશ્નોઇએ પ્રાર્થનાપત્ર પર જવાબ આપવા માટે સમય માગ્યો. તેથી આ કેસની સુનાવણી આગળ ન વધી શકી.

  • કાળિયાર કેસમાં 7 માર્ચે આગામી સુનાવણી
  • કોર્ટનો સલમાનને સુનાવણીમાં હાજર રહેવા આદેશ
  • સલમાન ખાનને ફરજિયાત ઉપસ્થિત રહેવું પડશે

સેશન જજ ચંદ્રકુમાર સોનગરાએ સલમાન ખાનને આગામી સુનાવણી દરમિયાન કોર્ટમાં ઉપસ્થિત રહેવાના આદેશ આપ્યા છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 7 માર્ચે થશે, જ્યાં સુનાવણી દરમિયાન સલમાન ખાને ફરજિયાત કોર્ટમાં હાજર રહેવું પડશે. કાળિયાર કેસમાં જોધપુર કોર્ટે ૫ એપ્રિલ, 2018ના રોજ સલમાન ખાનને દોષી જણાવીને પાંચ વર્ષની સજા ફરમાવી હતી તો બીજી તરફ અભિનેતા સૈફ અલી, નીલમ, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને સ્થાનિક યુવક દુષ્યંતસિંહને શંકાનો લાભ આપીને મુક્ત કર્યાં હતાં. 

સલમાનને સજા ફરમાવવા વિરુદ્ધ જિલ્લા કોર્ટમાં અરજી કરાઇ હતી, જેના પર ગઇ કાલે સુનાવણી દરમિયાન સલમાન ખાનના એડ્વોકેટ તરફથી રજૂ કરાયેલી સ્થાયી હાજરી માફીની અરજી પર જવાબ માટે સરકારી વકીલે સમય માગ્યો. અપીલ પર સુનાવણી કરતાં કોર્ટે સલમાનના એડ્વોકેટ અને સરકારી વકીલને પૂછ્યું કે સલમાન ખાન કેટલા વખતથી કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યો નથી. એડ્વોકેટ તરફથી જવાબ અપાયો કે સજાના આદેશ બાદથી સલમાન ખાન અપીલ પર સુનાવણી દરમિયાન કોર્ટમાં આવ્યો નથી. સેશન જજ ચંદ્રકુમાર સોનગરાએ આગામી સુનાવણી પર સલમાન ખાનને ફરજિયાત ઉપસ્થિત રહેવાના આદેશ આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ