ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / couple of ahmedabad cheated on Canada job
ADVERTISEMENT
ADVERTISEMENT
આ રીતે આવ્યો ઈમેલ
34 વર્ષીય સોનલ વ્યાસ વટવામાં રહે છે અને બોપલ શ્રીરામ વિદ્યાલયમાં શિક્ષિકા છે તેમણે જોબ માટે ઓનલાઈન પોતાનો બાયો-ડેટા મુક્યો હતો. તેમના પતિ વિષ્ણુ વ્યાસ માર્કેટિંગ એજન્ટ તરીકે કામ કરે છે. બંને વિવિધ બેંકમાં ખાતાં ધરાવે છે.સોનલને બીજી ફેબ્રુઆરીએ એક ઈમેલ આવે છે જેમાં કેનેડામાં એસ્ટેટ મેનેજર તરીકે જોબની ઓફર આપવામાં આવે છે. સોનલે તેમનું પાસપોર્ટ અને ફોટોગ્રાફ તે જ મેલ અડ્રેસ પર મોકલી આપ્યું. કંપનીએ વધુ વાતચીત માટે એક વ્યક્તિનો નંબર પણ આપ્યો.
ADVERTISEMENT
સોનલે તેમના ફોન કર્યો અને પતિ માટે પણ જોબની માંગણી કરી. તે લોકોએ તેમને 4.50 લાખ રૂપિયા માસિક પગાર પર સિક્યુરીટી ઓફીસરની જોબ ઓફર કરી.જે બાદ છેતરપિંડી કરનારાઓએ સહી કરેલ જોબની માહિતી સાથેન દસ્તાવેજ પણ આપ્યા.
ગઠિયાઓની આ હતી મોડસ ઑપરેન્ડી
ADVERTISEMENT
જે બાદ તેમને એક બીજા વ્યક્તિ જોડે પણ વાત કરવા માટે કહેવામાં આવ્યું. જે બાદ સોનલ અને તેમના પતિ પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મપ્રમાણ પત્ર, અને બેંકની માહિતઓ મંગાવામાં આવી. વિઝાનાં નામે તેમની પોસેથી 1,39,400 રૂપિયા જમા કરાવવામાં આવ્યા અને તે બાદ વિવિધ રીતે 31,98,295 રૂપિયા તે લોકોએ બેંકમાં ડીપોઝીટ કર્યા. તે બાદ અચાનક જ સોનલ અને છેતરપિંડી કરનારાઓ વચ્ચે વાતચીત બંધ થઇ ગયી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો