બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / coronavirus world updates usa worst condition

કોવિડ 19 / વિશ્વમાં ૭.૬૨ કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિતઃ આ દેશમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ

Published By: Shalin

Last Updated: 03:54 PM, 21 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં ૭.૭૧ કરોડથી વધુ લોકો કોરોના મહામારીની ઝપટમાં આવી ગયા છે, જ્યારે ૧૬.૯૯ લાખથી વધુ લોકોના આ મહામારીના કારણે મૃત્યુ થયાં છે.

સારી વાત એ છે કે ૫,૪૦,૮૮,૪૮૩ લોકો રિકવર થઇ ચુક્યા છે. અમેરિકામાં મહામારીનું સૌથી રૌદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. તો એક જ દિવસમાં ૨,૫૦૦થી વધુ લોકોના મૃત્યુ થયાં છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં ૩,૧૬,૧૪૪ લોકોનાં મૃત્યુ થયા

અમેરિકામાં અત્યાર સુધીમાં ૧.૭૬ કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે ૩,૧૬,૧૪૪ લોકોનાં મૃત્યુ થયા છે. અમેરિકી સંસદે કોરોના રાહત માટે લગભગ ૪૪ લાખ કરોડ રૂપિયાના કોરોના રાહત ફંડને મંજૂરી આપી છે. પાકિસ્તાનમાં પણ કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. 

ભારતમાં સાજા થઈ ચૂકેલા દર્દીઓનો આંકડો ૯૬ લાખની નજીક

સંક્રમણની દૃષ્ટિએ બીજો સૌથી મોટો દેશ ભારત છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર થઈ ગયો છે. પરંતુ સારી વાત છે કે સાજા થઈ ચૂકેલા દર્દીઓનો આંકડો ૯૬ લાખની નજીક પહોંચી ગયો છે. નવા કેસની સરખામણીમાં સાજા થનારાની સંખ્યા વધુ રહેવાથી એક્ટિવ કેસ ઘટીને ૩.૦૫ ટકા રહી ગયા છે. ભારતમાં મહામારીથી મૃત્યુ પામનારનો આંકડો ૧,૪૫,૪૭૭ થઈ ગયો છે. ભારતમાં દર્દીઓનો રિકવરી રેટ ૯૫.૫૧ ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર ૧.૪૫ ટકા છે. 

પાકિસ્તાનમાં સક્રિય કેસની સંખ્યા ૪૦,૫૫૩

પાકિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના મહામારીથી ૮૦ લોકોનાં મૃત્યુ થયા છે. આ સાથે મૃતકોનો આંકડો ૯,૩૩૦ થઈ ગયો છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૬૧૫ નવા કેસ સામે આવ્યા છે, આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા ૪,૫૭,૨૮૮ થઈ ગઈ છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય કમાન અને ઓપરેશન સેન્ટર (NCOC)ના જણાવ્યા પ્રમાણે હાલના સમયમાં દેશમાં સંક્રમણ દર ૭.૦૨ ટકા છે. પાકિસ્તાનમાં સક્રિય કેસની સંખ્યા ૪૦,૫૫૩ છે. 

નેપાળમાં કોરોનાના કેસમાં ઓચિંતો વધારો

નેપાળમાં પણ કોરોનાના કેસમાં ઓચિંતો વધારો થયો છે. નેપાળમાં કોરોનાના ૭૧૦ નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ કેસની સંખ્યા વધીને ૨,૫૩,૧૮૪ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪,૭૮૦ લોકોના કોરોના ટેસ્ટ થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Recovery rate USA અમેરિકા કોરોના વાયરસ રિકવરી રેટ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ