બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / coronavirus updates children are more affected in america newborn to four years of age are most at risk know condition of the world

ચિંતાજનક / આ દેશમાં બાળકોનો દુશ્મન બન્યો કોરોના, નવજાતથી લઈને 4 વર્ષના બાળકોને સૌથી વધારે ખતરો, જાણો શું છે સ્થિતિ

Dharmishtha

Last Updated: 12:09 PM, 18 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના બાળકો પર વધારે અસરકારક ન હોવાની ધારણા ખોટી પડી છે. અમેરિકમાં સીડીસીના આંકડા મુજબ અમેરિકમાં કોરોના શરુઆતથી બાળકોને સંક્રમિત કરી રહ્યો છે.

  • અમેરિકામાં દર રોજ 17 વર્ષથી ઓછી ઉંમરના 893 બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે
  • બાળકોમાં સંક્રમણ વધવાની આશંકા
  • સીડીસીએ 5 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ લોકોને રસી લગાવવાની સલાહ આપી

અમેરિકામાં દર રોજ 17 વર્ષથી ઓછી ઉંમરના 893 બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે

કોરોનાને લીધે અમેરિકામાં દર રોજ 17 વર્ષથી ઓછી ઉંમરના 893 બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. સીડીસીના આંકડાથી ખબર પડે છે કે દેશમાં 1 ઓગસ્ટ 2020થી 13 જાન્યુઆરી 2022 દરમિયાન 17 વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના 90, 000થી વધારે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાવી ચૂક્યા છે. જેમાંથી મોટાભાગના બાળકો નવજાતથી લઈને 4 વર્ષના છે. તેમનું રસીકરણ શરુ નથી કરવામાં આવ્યુ.

બાળકોમાં સંક્રમણ વધવાની આશંકા

જોકે સીડીસીનો દાવો છે કે હાલ બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાનો દર વયસ્કોની સરખામણીએ ઘણો ઓછો છે. પરંતુ આશંકા છે કે આવનારા અઠવાડિયામાં બાળકોમાં સંક્રમણ વધશે. જેનાથી હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ વધશે. સીડીસીએ 5 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ લોકોને રસી લગાવવાની સલાહ આપી છે. 

અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના આકલન મુજબ ડિસેમ્બર 2021ના અંતિમ અઠવાડિયામાં અત્યાર સુધીના બાળકોમાં સંક્રમણ અને ગંભીર સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા મામલામાં અનેક ગણા વધશે. જો કે આ આંકડા જારી કરવામાં આવ્યા નથી. જેથી બાળકોને લઈને અભિભાવકોમાં બિનજરુરી ચિંતાઓ અને તણાવ નહી વધે.

ફ્રાન્સ અને બ્રિટનમાં ઘટવા લાગ્યું છે સંક્રમણ

યુરોપમાં કોરોના સંક્રમણનું કેન્દ્ર બનેલા ફ્રાન્સ અને બ્રિટનમાં ગત 2-3 દિવસની સરખામણીમાં સંક્રમણના ઓછા મામલા સામે આવ્યા. ગત એક દિવસમાં ફ્રાન્સમાં જ્યાં 2 લાખ 78 હજાર 129 નવા સંક્રમિત મળ્યા છે. ત્યારે બ્રિટનમાં આ દરમિયાન 70, 160 નવા મામલા મળ્યા છે. જ્યારે આની પહેલા ચાર જાન્યુઆરીએ બ્રિટનમાં નવા મામવા 2.18 લાખ આવ્યા હતા. ત્યારે ફ્રાન્સમાં 11 જાન્યુઆરીએ 3.59 લાખ મામલા આવ્યા હતા.

કરાચીમાં 40 ટકા પહોંચ્યો સંક્રમણ દર

પાકિસ્તાનમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગત એક દિવસમાં કરાચીમાં સંક્રમણ દર વધીને 40 ટકાની નજીક પહોંચી ગયો છે. ત્યારે સમગ્ર પાકિસ્તાનમાં આ લગભગ 8.7 ટકા છે. આ ઉપરાંત 95 ટકા કેસ ઓમિક્રોનના વેરિએન્ટના છે.

સંકળાયેલા મુદ્દાઓ

America Children Coronavirus અમેરિકા કેસ કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ