બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Coronavirus total death Ahmedabad 19 march 28 april gujarat

કોરોના વાયરસ / અમદાવાદમાં કોરોનાથી રોજના સરેરાશ 3 દર્દીના મોત, છેલ્લા 24 કલાકમાં 19ના મોત

Hiren

Last Updated: 10:04 PM, 28 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 226 કેસ નોંધાતા કુલ આંકડો 3774 પર પહોંચ્યો છે. આજે 40 દર્દી સાજા થતા કુલ આંકડો 434 પર પહોંચ્યો છે. જ્યારે 24 કલાકમાં 19 દર્દીના મોત થયા છે આ તમામ મોત અમદાવાદમાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 181 દર્દીના મોત થયા છે. જેથી અમદાવાદનો મૃત્યુદર દેશના અન્ય શહેરો કરતા વધારે છે.

  • અમદાવાદમાં 24 કલાકમાં 19 દર્દીના મોત
  • અમદાવાદમાં કુલ 128 દર્દીના મોત
  • રાજ્યમાં કોરોનાના કુલ 3774 કોરોનાના કેસ

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારની માહિતી અનુસાર, અમદાવાદમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 3774 કોરોનાના કેસ નોંધાયા છે. આમ 19 માર્ચે અમદાવાદમાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાયો હતો જેની આજે સંખ્યા 2543 અને કુલ મૃત્યુઆંક 128 છે. આ આંકડાઓનું આંકલન કરીએ તો રોજના અમદાવાદમાં સરેરાશ 3ના મોત થાય છે. જોકે અમદાવાદમાં કુલ 241 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત લોકોનો મૃત્યુદર દેશના અન્ય મોટા શહેર કરતા વધુ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 19ના મોત થતા અમદાવાદમાં દોઢ કલાકે સરેરાશ એકનું મોત થયું છે. 

છેલ્લાં 10 દિવસમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવના નોંધાયેલા કેસ

28/04/2020 164
27/04/2020 197
26/04/2020 178
25/04/2020 182
24/04/2020 169
23/04/2020 151
22/04/2020 123
21/04/2020 130
20/04/2020 147
19/04/2020 240
18/04/2020 239

આ અંગે અગાઉ અમદાવાદ મ્યુન્સિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, મૃત્યુદરને ઘટાડવા માટે લોકોએ વયોવૃદ્ધ નાગરિકોની વધારે દેખભાળ રાખવાની આવશ્યક્તા છે. અન્ય લોકોની સરખામણીમાં વૃદ્ધો પર કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બનાવાનું જોખમ વધારે રહે છે.

નેહરાએ વધુમાં જણાવ્યું હતું કે, મૃત્યુદર ઓછો કરવાનો શ્રેષ્ઠ ઉપાય સિનીયર સિટીઝનની સંભાળ કરવાનો છે. હું લોકોને વરિષ્ઠ નાગરિકોની અને ખાસ કરીને એવા લોકોની દેખરેખ કરવાનો આગ્રહ કરું છુ, જે પહેલાથી જ કોઈને કોઈ બીમારીથી પીડિત છે. આ મૃત્યુદર ઘટાડવો જરૂરી છે. એવામાં નાગરિકોએ પણ સ્થિતિમાં સુધારો થાય, ત્યાં સુધી પરિવારના અન્ય લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈશે. આ સિવાય માસ્ક પહેર અને બને ત્યાં સુધી પોતાના ઘરોમાંથી નીકળવાનું ટાળવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ