બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / coronavirus in india coronavirus data in doubt as icmr records 1087 more covid 19 patients than ncdc

Coronavirus / કોરોનાને લઇને શું સાચા આવી રહ્યા છે આંકડા? ICMR અને NCDCના ડેટા માં જોવા મળ્યું આટલું અંતર!

Mehul

Last Updated: 03:45 PM, 27 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યોના સ્વાસ્થ્ય સચિવોની સાથે કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રવિવારે (26 એપ્રિલ 2020)એ થયેલી બેઠકમાં ડેટા વિસંગતિનો મુદ્દો ઉઠાવાયો હતો. બેઠકમાં થયેલા પ્રેઝન્ટેશનમાં NCDC અને ICMR દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના નોંધાયેલા કેસની સંખ્યામાં તફાવત જોવા મળ્યો છે. બેઠકમાં સવાલ ઉઠાવામાં આવ્યો કે શું આ અસ્પષ્ટતાઓને કારણે કેસ છૂટી રહ્યા છે.

  • 26 અપ્રિલ સવારે 8 વાગ્યા સુધી NCDCના આંકડાઓ મુજબ દેશમાં કોરોનાના કેસની સંખ્યા 26,496 છે 
  • જ્યારે ICMR મુજબ દેશમાં કોરોના પોઝિટિવના કેસની સંખ્યા 27,583 છે
  • NCDC અને ICMRના આંકડાઓ વચ્ચે 1087નું અંતર જોવા મળ્યું છે

26 અપ્રિલ સવારે 8 વાગ્યા સુધી એનસીડીસીના આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 26,496 છે જ્યારે ICMR મુજબ કોરોના પોઝિટિવની સંખ્યા 27,583 છે. એવામાં બંને આંકડાઓમાં 1087 નું અંતર છે.

બેઠક દરમિયાન જાણવા મળે છે કે એનસીડીસી અને આઇસીએમઆરના ડેટા માત્ર આઠ ક્ષેત્રોમાં સમાન જોવા મળે છે. તેમા પૂર્વોત્તરના પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમમ અને દીવ, લક્ષ્યદીપ છે. તેના 8 સ્થાનોમાંથી 4માં કોરોનાનો કોઇ કેસ નથી અને માત્ર એક રાજ્યમાં બેથી વધારે કેસની પુષ્ટી થઇ છે. અને એ રાજ્ય છે મેઘાલય. જ્યાં 12 કેસની પુષ્ટી થઇ છે.

26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુષ્ટી કરવામાં આવેલ કેસની સંખ્યા આઇસીએમઆરના આંકડાઓમાં એનસીડીસીથી વધારે છે. આ ડેટા 26 એપ્રિલ સવારે 8 વાગ્યા સુધી નોંધવામાં આવેલા આંકડાઓ મુજબ છે. 


 
આઇસીએમઆર અને એનસીડીસીના આંકડાઓમાં સૌથી વધારે અંતર મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું. આઇસીએમઆરના ડેટા મુજબ આ રાજ્યોમાં સંક્રમણના કેસની સંખ્યા 8848, 3809 અને 770 છે. જ્યારે એનસીડીસી મુજબ આ રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 7628, 3071 અને 611 છે. આ 21 રાજ્યોમાંથી સૌથી વધારે અંતર મહારાષ્ટ્ર 1,220 કેસ છે. 

સૌથી વધારે અંતર નાગાલેન્ડમાં એક કેસ છે. નાગાલેન્ડમાં આઇસીએમઆરના ડેટા મુજબ રાજ્યમાં એક કેસની પુષ્ટી થઇ છે જ્યારે એનસીડીસીની સંખ્યા અહીં ઝીરો છે. આ ઉપરાંત દેશમાં 8 એવા રાજ્ય છે જ્યાં એનસીડીસીની સંખ્યા આઇસીએમઆરથી પણ વધારે છે. તેમા દિલ્હી, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે અંતર છે. 

ઉદાહરણ તરીકે, દિલ્હીમાં એનસીડીસી મુજબ પોઝિટિવ કેસની સંખ્યા 2625 છે તો આઇસીએમઆરના ડેટામાં આ સંખ્યા 2155 બતાવે છે. આ પ્રકારે એનસીડીસી મુજબ મધ્યપ્રદેશમાં 2096 અને આઇસીએમઆર મુજબ 1778, ઉત્તર પ્રદેશમાં 1793 (એનસીડીસી) અને 1572 (આઇસીએમઆર) છે. 

ICMRની કિટ પર ઉભા થયા સવાલ

દેશમાં કોરોના મહામારીની અસર વધતી જઇ રહી છે અને તેનાથી લડવા માટે સૌથી વધારે જરૂરિયાત ટેસ્ટિંગ કિટની છે. ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને જે ટેસ્ટિંગ કિટ વેચવામાં આવી છે તે ખુબજ મોંઘી હતી. તેના પર સવાલ ઉભા થયા છે.

આ મામલે સોમવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સવાલ ઉઠાવ્યા અને લખ્યું કે જ્યારે આખો દેશ કોરોના વાયરસ સંકટનો સામનો કરી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો નફાખોરી કરી રહ્યા છે. આ ભ્રષ્ટ માનસિકતા પર શરમ આવે છે. ઘૃણા આવે છે. આ પહેલા ટેસ્ટિંગ કિટને લઇને રાજ્યોએ પણ તેમા ખામીઓ હોવાની ફરિયાદ કરી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ