બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / corona vaccine in india needle free indigenous vaccine with 3 doses may come this month

મોટા સમાચાર / આ મહિને આવી શકે છે 3 ડોઝ વાળી નિડલ ફ્રી દેશી રસી, જાણો કેવી રીતે બની અને કેટલી સુરક્ષિત

Dharmishtha

Last Updated: 07:33 AM, 9 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મહિનાના અંત સુધી અથવા આવતા મહિનાની શરુઆતમાં ડીએનએ ટેક્નોલોજી પર બનેલી રસીને લોન્ચ કરવામાં આવી શકે છે.

  • આ દુનિયાની પહેલી ડીએનએ પ્લાજ્મિડ રસી છે
  •  ડીજીસીઆઈએ મંજૂરી માંગવામાં આવી છે
  • 56 દિવસન અંદર લાગશે 3 ડોઝ

 આ દુનિયાની પહેલી ડીએનએ પ્લાજ્મિડ રસી છે

ભારતના લોકોને જલ્દી જ વધુ એક રસીનો વિકલ્પ મળી શકે છે. આ મહિનાના અંત સુધી અથવા આવતા મહિનાની શરુઆતમાં ડીએનએ ટેક્નોલોજી પર બનેલી રસીને લોન્ચ કરવામાં  આવી શકે છે. બાકી રસીથી આ ઘણી રીતે  અલગ છે. સૌથી પહેલા આ ડીએનએ ટેક્નોલોજી પર બની છે. આ 3 ડોઝની છે. આને રુમ ટેમ્પ્રેચર પર રાખી શકાય છે. અને આ નિડલ ફ્રી છે. આમાં ઈન્જેક્શનની જગ્યા જેટ ઈન્જેક્ટરનો ઉપયોગ થશે. આને દવા કંપની ઝાયડસ કેડિલાએ તૈયાર કરી છે અને આ દુનિયાની પહેલી ડીએનએ પ્લાજ્મિડ રસી છે. ભારતમાં આના ઉપયોગ માટે ડીજીસીઆઈએ મંજૂરી માંગવામાં આવી છે. 

 મહિનાના છેલ્લા અઠવાડિયે અથવા ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી આ લોન્ચ થઈ શકે

નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યૂનાઈજેશનના ચેરપર્સન ડો. એન કે અરોડાએ કહ્યું છે કે આ પહેલી ડીએનએ રસી છે. આ મહિનાના છેલ્લા અઠવાડિયે અથવા ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી આ લોન્ચ થઈ શકે છે. આમાં વાયરસના જેનેટિક કોડના નાનકડા ભાગને લઈને શરીરના કોરોનાની વિરુદ્ધ લડતા શીખવે છે. ડોક્ટરે કહ્યું કે આપણા શરીરના કોડ આરએનએ અને ડીએનએમાં હોય છે જે રસી નાંખતા જ શરીરની અંદર જઈને વાયરસની વિરુદ્ધ એન્ટીબોડી બનાવે છે.

56 દિવસન અંદર લાગશે 3 ડોઝ

આ ત્રણ ડોઝ વાળી રસી છે.  જેનો પહેલો ડોઝ ઝીરો દિવસે, બીજો 28 દિવસે અને ત્રીજો 56 દિવસ પર લગાવી શકાય છે.  રસી નિડલ ફ્રી છે.  આને જેટ ઈન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે. આના ટ્રાયલ બીજી લહેર દરમિયાન થયા અને આ ડેલ્ટા પર અસરદાર હોવાનું કહેવાઈ રહ્યુ છે. તેમજ આ રસીના ટ્રાયલ 12થી 18 વર્ષના બાળકો પર થયા છે. આ રસીને 2-8 ડિગ્રી તાપમાન પર સ્ટોર કરી શકાય છે. જ્યારે 25 ડિગ્રી તાપમાન પર 3 મહિના રાખી શકાય છે.  રસીના ત્રીજા ડોઝ બાદ આ મધ્યમ બિમારીમાં 100 ટકા સુરક્ષા આપે છે. ત્યારે બીજા ડોઝથી ગંભીર મામલા કે મોત જોવા નથી મળ્યા. ઉલ્લેખનીય છે કે આ
 
બાકી રસીથી કેવી રીતે અલગ?

મોર્ડના, ફાયઝરની રસી એમઆરએનએ ટેક્નોલોજીથી બની. જ્યારે કોવિશીલ્ડ, સ્પૂતનિક  એડિનોવાયરસના ઉપયોગથી બની છે. કોવેક્સિનમાં કોવિડના અસક્રિય વાયરસનો ઉપયોગ કરવામાં  આવ્યો છે.

દુનિયાની પહેલી પ્લાસમિડ ડીએનએ રસી

આ દુનિયાની પહેલી ડીએનએ રસી છે. આ કોવિડ 19 રસીના જિનેટિક કોડ(ડીએનએ અથવા આરએનએ)ના એક ભાગનો ઉપયોગ કરી શરીરની અંદર કોવિડના સ્પાઈક પ્રોટીનની વિરુદ્ધ ઈમ્યૂન રિસ્પોન્સ તૈયાર કરે છે.

રસી સુરક્ષા અને અસરકારક્તાના માપદંડો પર ખરી ઉતરી

ઉલ્લેખનીય છે કે એએનઆઈ ન્યૂઝ એજન્સીના જણાવ્યાનુંસાર ઝાયડસ કેડિલાએ ભારતની ટોપ દવા નિયામક ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સામે અરજી કરી છે. જેમાં તેમે પોતાની ડીએનએ રસી Zycov-Dના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. ઝાયડસ કેડિલાની આ રસી 12 વર્ષ તથા તેનાથી ઉપરની ઉંમરના લોકો માટે છે. કંપનીએ રસીના ત્રીજા ચરણના ટ્રાયલનો ડેટા પ્રસ્તુત કર્યો છે. જેમાં 28000થી વધારે વોલેન્ટિયરોએ ભાગ લીધો હતો. રોયટર્સનું માનીએ તો ડેટામાં રસી સુરક્ષા અને અસરકારક્તાના માપદંડો પર ખરી ઉતરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus needle free vaccine કોરોના વાયરસ રસી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ