ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Controversy over suspension of suspended Jamnaben Vegda's office by city president Nirav Bakshi
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસમાં શિસ્તભંગ કાર્યવાહીના ધજાગરા થયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર જમનાબેન વેગડાના કાર્યાલયનું શહેર પ્રમુખે ઉદ્ઘાટન કર્યું. શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમનાબેન વેગડાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે.
સસ્પેન્ડેડ કોંગી કોર્પોરેટરના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ શહેર પ્રમુખે
ADVERTISEMENT
દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમનાબેન વેગડાને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા. તેઓ ફેબ્રુઆરીમાં સસ્પેન્ડ કરાયા હતા ત્યારે આજે તેમના કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં તેઓ કોંગ્રેસનો ખેસ પહેરેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય કાર્યકરો પણ સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં પહોંચી જતા વિવાદ વકર્યો છે.
ADVERTISEMENT
કાર્યાલયનું બાંધકામ ગેરકાયદેસર
એવી પણ માહિતી સામે આવી છે કે જે રહેણાંક સોસાયટીમાં કાર્યાલય ઉભુ કરવામાં આવ્યુ છે ત્યાં એએમસીએ બે વખત નોટિસ પાઠવી છે. કારણ કે બાંધકામ ગેરકાયદેસર છે. આ કાર્યક્રમમાં બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર કમળાબેન ચાવડા, તસ્લિમ આલમ તીર્મિઝી, દરિયાપુરના કોર્પોરેટર માધુરી કલાપી અને ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યાં હતા.
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં જમનાબેનને કરાયા હતા સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દાણીલિમડાના કાઉન્સિલર જમનાબેન વેગડાનો ઓડિયો વાયરલ થયો હતો. જેમા AMC વિપક્ષ નેતા શહેજાદ પઠાણ સામે તાંત્રિક વિધી કરવવાનું ષડયંત્ર સામે આવ્યું હતું આ ઉપરાંત MLA શૈલેષ પરમાર સામે પણ તાંત્રિક વિધી કરવાનું ષડયંત્ર સામે આવ્યું હતું જેને પગલેપ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના આદેશથી જમનાબેન વેગડાને સસ્પેન્ડ કરાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ