બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Congress woman MP did a shocking job in the Rajya Sabha

કાર્યવાહી / કોંગ્રેસના મહિલા સાંસદે રાજ્યસભામાં કર્યું ચોંકાવનારુ કામ, સ્પીકરે કર્યાં બરખાસ્ત, સરકાર આકરા પાણીએ

Kishor

Last Updated: 09:00 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સભામાં કોંગ્રેસ સાંસદ દ્વારા રાજ્ય સભાની કાર્યવાહીનો વીડિયો મોબાઈલમાં ઉતારવામાં આવ્યો હતો. આ વાડિયોને લઈને કોંગ્રેસ સાંસદ ફસાઈ ગઈ છે અને જેના કારણે સ્પીકર પણ નારાજ થયા હતા અને સાંસદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  • રાજ્ય સભાનો વીડિયો રેકોર્ડ કરીને કોંગ્રેસ સાંસદ ફસાઈ
  • સાંસદને તાત્કાલીક સસ્પેન્ડ કરાયા

મળીતી માહિતી પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના સાંસદ એવા રજની પાટીલને સ્પીકર દ્વારા સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. ઘટના એ હતી કે કોંગ્રસના સાંસદ રજની પાટીલે ચાલુ ગૃહનું રેકોર્ડીંગ પોતાના મોબાઈલમાં કર્યું હતુ. નિયમ પ્રમાણે અંદર મોબાઈલ કે અન્ય કેમેરાથી શુટીંગ કે વીડિયો બનાવવો ગેરકાયદે છે તેમ છતાં આ સાંસદે વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેને લઈને સ્પીકરે નારાજી દર્શાવી હતી અને આ સાથે જ તેમણે સાંસદને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરી હતી. આ મામલાની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ રાજ્યસભામાં ઉઠાવ્યો હતો અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા સુધીની માંગ પણ કરી હતી. જો કે સ્પીકર દ્વારા રજની પાટીલને સસ્પેન્ડ કરતા કોંગ્રેસે ગૃહ માંથી વોક આઉટ કર્યુ હતુ. 

કોંગ્રેસે વધુ 33 ઉમેદવારની યાદી કરી જાહેર, મેવાણીને વડગામ, ગેનીબેનને વાવથી  ટિકિટ, જુઓ આખુંય લિસ્ટ | Congress announced the sixth list of candidates

વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યો
કોંગ્રેસના સાંસદે રજની પાટીલે રાજ્યસભાના ચાલુ સદનનો વીડિયો મોબાઈલમાં શુટ કર્યો હતો એટલુ જ નહીં તેમણે તે વીડિયોને ટ્વિટર પર પણ શેર કર્યો હતો. આ મામલે સંસદીય વિશેષાધિકાર સમિતીનો રીપોર્ટ ન આવે ત્યાં સુધી સાંસદને બજેટ સત્રના બાકીના દિવસો સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સભાપતી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ કોંગ્રેસે ગૃહ માંથી વોક આઉટ કરી લીધુ હતુ.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ સાંસદ રજની પાટીલે ગૃહની કાર્યવાહીનો મોબાઈલમાં ઉતારેલા વીડિયોને લઈને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેટલાક સવાલો ઉભા કરી દિધા છે. તેમણે કહ્યુ હતુ કે, ગૃહમાં શુટ કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. જો કે આ વીડિયોમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ તમને જોવા મળી રહ્યા છે. ત્યારે મારૂ એવુ માનવુ છે કે સદનમાં આ પ્રકારે વીડિયો બનાવવો તે ચિંતાનો વિષય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ