બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / congress leader sangramsinh rathva detained

છોટાઉદેપુર / મેં ડરેગા નહીં! ગોળી ખાઈ લઇશ પણ અન્યાય નહીં થવા દઉં, કોંગ્રેસી નેતાની પુષ્પા સ્ટાઈલ

Khyati

Last Updated: 01:27 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં વિરોધના એંધાણ વચ્ચે કોંગ્રેસના નેતાની કરવામાં આવી અટકાયત

  • CMની છોટાઉદેપુરની મુલાકાત પહેલા કાર્યવાહી
  • કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવાની અટકાયત
  • વિરોધની શકયતાને પગલે અટકાયત 

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે છોટાઉદેપુરની મુલાકાતે છે અહીં તેઓના કાર્યક્રમમાં વિરોધ થવાના એંધાણ વચ્ચે કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવાની અટકાયત કરવામાં આવી છે. સીએમના આગમન પહેલા જ કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવાની અટકાયત કરવામાં આવી હતી.  ત્યારે અટકાયતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અટકાયત દરમિયાન સંગ્રામ સિંહે કેમેરા સામે શું કીધુ આવો જાણીએ.
કોંગ્રેસના નેતાની અટકાયત 

કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવાની તેમના કાર્યાલય ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે પુષ્પા સ્ટાઇલમાં જણાવ્યુ હતું કે  ડરેગા નહી, ફાયર હે મે, આદિવાસી હૈ.  આદિવાસી સમાજે ડરવાની જરુર નથી.  સાથે જ આજે છોટાઉદેપુરમાં આયોજિત સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી.  વધુમાં એમ પણ જણાવ્યું કે હું ગોળી ખાઇ લઇશ પણ સમાજ સાથે અન્યાય નહી થવા દઉં. મહત્વનું છે કે  રાઠવા જાતિના દાખલાનો પ્રશ્ન હલ ન થતા સમસ્ત આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. 

 

નગર પાલિકાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા 

ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવાની બિનહરીફ વરણી થઇ હતી. અગાઉના પ્રમુખ નરેન જયસ્વાલ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં તેઓને પ્રમૂખ પદેથી દૂર કરાયા હતા. જે બાદ પ્રમૂખની ચુંટણી યોજાતાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા.. છોટાઉદેપુર નગરપાલિકામાં  કોંગ્રેસના 8, બસપા 9, ભાજપ 4, બીટીપી 2 અને અપક્ષ 5, સભ્યો ચૂંટાયેલા છે. બીજેપીને સત્તાથી દૂર રાખવા બસપા અને કોંગ્રેસે હાથ મિલાવતાં કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાએ એક માત્ર પ્રમૂખ તરીકેની ઉમેદવારી નોંધાવતાં બિનહરિફ ચૂંટાયા હતા. 


ભૂપેન્દ્ર પટેલ છે છોટાઉદેપુરની મુલાકાતે 

મહત્વનું છે કે સીએમ  ભુપેન્દ્ર પટેલ આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે છે. તેઓ છોટાઉદેપુર ખાતે એસ.એન.કોલેજના મેદાનમાં એક વિશાળ જનસભાને સંબોધશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ તેમજ અન્ય વિકાસના રૂપિયા 131 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. ત્યારે આ કાર્યક્રમને લઇને વિરોધનો સૂર ઉઠ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ