ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત જીતવા કોંગ્રેસે કસી કમર, સંગઠનને લઈને કરી મોટી જાહેરાત
Last Updated: 07:00 PM, 12 April 2025
ADVERTISEMENT
તાજેતરમાં કોંગ્રેસનું અમદાવાદમાં અધિવેશન યોજાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અધિવેશન દરમિયાન ગુજરાતમાં પક્ષને વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો. ખુદ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખની નિમણૂક માટે 15મી એપ્રિલે ગુજરાત આવવાના છે. દિલ્હીના 3 નેતા અને ગુજરાતના 1 નેતા તેમની સાથે હાજર રહેશે અને જિલ્લા પ્રમુખ માટેની સેન્સ લેશે.
ADVERTISEMENT
ઓબ્ઝર્વરની જાહેરાત
ગુજરાત કોંગ્રેસ મજબુત બનાવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખોની પસંદગી માટે ઓબ્ઝર્વરની જાહેરાત કરવામાં આવી છે. આ ઓબ્ઝર્વરમાં AICCના 43 ઓબ્ઝર્વરની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
'સંગઠન સૃજન અભિયાન‘
— Gujarat Congress (@INCGujarat) April 12, 2025
AICC દ્વારા સિનિયર નેતાઓ ને જિલ્લા વાઇસ નિરીક્ષકો ની સાથે પ્રદેશ ના ૪-૪ નિરીક્ષકો ની પેનલ બનાવી નવા જિલ્લા પ્રમુખો ની પસંદગી કરવામાં આવશે.
નિમણુંક કરેલા તમામ સિનિયર નિરીક્ષકો ની પ્રથમ મિટિંગ મંગળવાર, ૧૫ તારીખે બપોરે ૩ વાગે મોડાસા શહેર, અરવલ્લી ખાતે થશે.… pic.twitter.com/9y4cRAvuwN
— Gujarat Congress (@INCGujarat) April 12, 2025
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શોકમગ્ન! ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન, પદ્મ વિભૂષણથી હતા સન્માનિત
રાહુલ ગાંધી હાજરી આપશે
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના 183 ઓબ્ઝર્વર પણ પસંદગીમાં હાજર રહેનાર છે. જેમાં પ્રદેશના 4 ઓબ્ઝર્વ અને 1 AICC ઓબ્ઝર્વરનુ ગ્રુપ પણ તૈયાર કરવામાં આવશે. ત્યારે 15 એપ્રિલના રોજ મોડાસામાં 3 વાગે તમામ ઓબ્ઝર્વરની બેઠક મળનાર છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપનાર છે. આ ઉપરાંત 2થી વધુ નેતાની યાદી તૈયાર થઇ ગઇ છે, જેમને સાઇડલાઇન કરવાથી માંડીને પક્ષમાંથી કાઢી મૂકવાની તૈયારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો