ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / company offer gold instead of cash to employee in england

OMG ! / આવું તો પ્રથમ વખત જોયું ! પગારના બદલામાં 'સોનુ' આપે છે આ કંપની, કારણ જાણીને તમે પણ કરશો વખાણ

Published By: Khyati

Last Updated: 10:41 AM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવી કંપની કે જ્યાં કેશ સેલરીના બદલે કર્મચારીઓને આપવામાં આવે છે ચોઇસ. સોનુ લેવુ કે પછી રોકડા.

ADVERTISEMENT

  • ટેલીમની કંપની આવી ચર્ચામાં
  • કેશ સેલરીના બદલે આપી રહી છે સોનું
  • ટ્રાયલ બેઝ પર શરુ કરવામાં આવી પોલીસી

દરેક કંપનીની એક પોલીસી હોય છે.  પોતાના કર્મચારીઓનો ખાસ ખ્યાલ રાખતી હોય છે. કર્મચારીને સેલરીની સાથે ઇ્ન્સેન્ટીવ્સ આપીને ખુશ કરે છે. તો કેટલીક કંપનીઓમાં બોનસ અને એક્સ્ટ્રા લિવ આપવામાં આવે છે. દરેક કંપની પોતાની પોલીસી પ્રમાણે કર્મચારીઓને ફાયદા માટે  ધ્યાન આપે જ છે. ત્યારે એક એવી કંપનીએ છે જેની સોશિયલ મીડિયા પર વાહ વાહી થઇ રહી છે. કારણ કે આ કંપનીએ તો કર્મચારીઓ માટે એક હજાર ટકા ફાયદાની વાત કરી. 

સેલરીના બદલામાં સોનું આપતી કંપની

આજ કાલ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે પંરતુ પહેલાની સરખામણીએ અત્યારે સોનું 50ને પાર પહોંચ્યું છે. દરેક વ્યક્તિ સોનુ ખરીદીને બચત કરે છે ત્યારે ઇંગ્લેન્ડની એક કંપનીએ તો કર્મચારીઓને સેલરીને બદલે સોનું આપી રહી છે. જી હા, ઇંગ્લેન્ડની આ કંપનીનું નામ છએ ટૈલીમની. તેણે કેશમાં લેતા કર્મચારીઓને સેલરીના બદલે સોનું આપી રહી છે. તેઓનું માનવુ છે કે કોરોનામાં હાલાત ખૂબ જ ખરાબ રહ્યા આથી કર્મચારીઓને ભવિષ્યમાં લાભ મળી રહે તે માટે સોનુ આપી રહી છે 

ટ્રાયલ બેઝ પર છે પોલીસી

હાલમાં કંપનીના સિનિયલ પોસ્ટ પરના 20 લોકોને આ પોલીસી મુજબ સોનું આપવામાં આવી રહ્યું છે. જો તેઓને ફાયદો દેખાશે તો કંપનીના અન્ય કર્મચારીઓ માટે પણ આ સુવિધા શરુ કરવામાં આવશે. હાલમાં તો આ પોલીસી ટ્રાયલ બેઝ પર શરુ કરવામાં આવી છે. મ કંપનીના સીઈઓ કેમરન પેરીએ જણાવ્યું છે કે કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને પાઉન્ડમાં પગાર આપવાનો કોઈ ફાયદો નથી કારણ કે તેનું મૂલ્ય ઘટી રહ્યું છે.

કર્મચારીઓનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે

કેમરન કહે છે કે પાઉન્ડના મૂલ્યમાં ઘટાડો થતો હોવાથી જો કર્મચારીઓ સોનામાં રોકાણ થશે તો તેઓને ફાયદો થશે.સ્થિતિમાં કર્મચારીઓને આર્થિક સંકટમાંથી બચાવવા માટે કંપનીએ માત્ર સોનું આપવાની પોલિસી શરૂ કરી છે. તે કર્મચારીઓના હાથમાં રહેશે કે તેઓ રોકડ પગાર લેવો છે કે સોનું. ટેલીમનીની આ નવી પોલિસીની ચર્ચા સોશિયલ મીડિયા જોરશોરથી થઇ રહી છે.. લોકો કંપનીની પ્રશંસા કરી રહ્યા છે, જેણે પહેલાથી જ નાણાકીય કટોકટીનો સામનો કરવાની યોજના બનાવી છે અને તેના કર્મચારીઓ વિશે પણ વિચાર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gold tallymoney ઇંગ્લેન્ડ કેશ સેલરી ગોલ્ડ World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ