બ્રેકિંગ ન્યુઝ
કોમનવેલ્થ ગેમ્સ-2022 શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે ભારતીય સમય મુજબ રાત્રે રંગારંગ ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રિન્સ ચાર્લ્સ દ્વારા કોમનવેલ્થ ગેમ્સને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાનારી રમતોનો સત્તાવાર રીતે પ્રારંભ થયો હતો. હવેનાં લગભગ બે અઠવાડિયા સુધી વિવિધ રમતોનો મેળાવડો જામશે. આમાં ભારતીય ખેલાડીઓ પણ પોતાની તાકાત બતાવશે.
સિંધુ અને મનપ્રિતે કર્યું નેતૃત્વ
ADVERTISEMENT
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની સાથે ભારતની મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ પણ જોવા મળ્યા હતા. અગાઉ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા ભારતીય ટુકડીનું નેતૃત્વ કરવાના હતા પરંતુ ઈજાના કારણે તે રમતોમાંથી બહાર થઈ ગયા હતા.
Drop a ♥️ #TeamIndia is here 🙌 #B2022 pic.twitter.com/qJ7zfFMBVf
— Doordarshan Sports (@ddsportschannel) July 28, 2022
ADVERTISEMENT
ભારતના કુલ 215 ખેલાડીઓ
ADVERTISEMENT
આ ગેમ્સમાં ભારતના કુલ 215 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ખેલાડીઓ 19 રમતોમાં 141 ઇવેન્ટમાં ભાગ લેશે. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને પણ સ્થાન મળ્યું છે. 1998માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હવે ચેક આ વખતે કોમનવેલ્થમાં ક્રિકેટને સ્થાન મળ્યું છે. જોકે આ વખતે મહિલા ક્રિકેટને જ સ્થાન મળ્યું છે અને આ કોમનવેલ્થ ગેમ્સમાં ટી-20 ફોર્મેટની મેચો રમાશે.
નીરજ ચોપરા નહીં રમી શકે
ADVERTISEMENT
ભારતનો ગોલ્ડન બોય અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા ભાલાફેંકમાં ભારતનું પ્રતિનિધિત્વ નહીં કરી શકે. ઇજાના કારણે તે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. આમ ભારતને ભાલાફેંકમાં ગોલ્ડની આશા ધૂંધળી થઈ ગઈ છે.
સિંધુ પાસેથી ગોલ્ડની અપેક્ષા
પીવી સિંધુ ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડીઓમાંની એક છે પરંતુ તેનું એક સપનું અધૂરું રહી ગયું અને તે છે કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવાનું.
ADVERTISEMENT
તેણે છેલ્લે ગોલ્ડ કોસ્ટમાં પણ આ ગેમ્સમાં મિક્સ દબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ સિંગલ્સમાં તે ગોલ્ડ મેડલ જીતી શકી નથી. સિંધુએ છેલ્લલે સિંગલ્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને તે પહેલા 2014માં ગ્લાસગોમાં તે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ વખતે સ્પોર્ટ્સ ચાહકોની નજર સિંધુ પર ટકેલી રહેશે કારણ કે તેની પાસેથી ગોલ્ડ મેડલ પ્રોમિસિંગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.